News/ બર્થડે પાર્ટીમાં એવું તો શું થયું કે 9 બાળકો થઇ ગયા લોહીલુહાણ

અમેરિકાના લ્યુઇસિયાનામાં 12 વર્ષીય બાળકની બર્થડે પાર્ટીમાં થયેલા ગોળીબારમાં 9 બાળકો ઘાયલ થયા છે. સેન્ટ જ્હોનના શેરીફ માઇક ટ્રેગ્રેએ કહ્યું કે યુવાનોના બે જૂથો બોલાચાલીમાં ઉતરી ગયા જે પાછળથી ગોળીબારમાં ફેરવાઈ ગયા. આ દરમિયાન બંને પક્ષે એક બીજા પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં નવ બાળકો ઘાયલ થયા છે. આમાંથી સાત બાળકોને સારવાર બાદ રજા […]

World
241716 1600x1030 fun kids birthday party બર્થડે પાર્ટીમાં એવું તો શું થયું કે 9 બાળકો થઇ ગયા લોહીલુહાણ

અમેરિકાના લ્યુઇસિયાનામાં 12 વર્ષીય બાળકની બર્થડે પાર્ટીમાં થયેલા ગોળીબારમાં 9 બાળકો ઘાયલ થયા છે. સેન્ટ જ્હોનના શેરીફ માઇક ટ્રેગ્રેએ કહ્યું કે યુવાનોના બે જૂથો બોલાચાલીમાં ઉતરી ગયા જે પાછળથી ગોળીબારમાં ફેરવાઈ ગયા.

આ દરમિયાન બંને પક્ષે એક બીજા પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં નવ બાળકો ઘાયલ થયા છે. આમાંથી સાત બાળકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. બે બાળકો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે.

પીડિતોમાં એક 17 વર્ષિય છોકરાનો પણ હાથમાં ગોળી છે. એક 16 વર્ષના છોકરાને પાંસળીમાં ગોળી વાગી હતી જ્યારે 15 વર્ષના છોકરાને તેના પગમાં ઈજાઓ પહોંચી હતી. 12 વર્ષના છોકરાને બંને પગ પર ગોળી વાગી છે.

એક 16 વર્ષિય છોકરાના પેટમાં ગોળી વાગી છે, જ્યારે એક 14 વર્ષનો છોકરો માથામાં ઈજાગ્રસ્ત છે અને તે બંને હજી હોસ્પિટલમાં છે. લ્યુઇસિયાનામાં સપ્તાહાંતે આ ઘટના બની છે, જ્યારે અહીં ફાયરિંગની અવારનવાર ઘટનાઓ બનતી રહે છે. રવિવારે, વિસોકન્સિનનાં કેનોશામાં બંદૂકની લડાઈમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે આ કેસમાં 24 વર્ષીય રાકાયો વિન્સનની ધરપકડ કરી હતી.

તે જ દિવસે, પૂર્વ શેરીફ ડિટેક્ટીવ સ્ટીફન બ્રોડરીકે ગોળીબાર કરતી વખતે તેની પત્ની, 16 વર્ષની પુત્રી અને તેના બોયફ્રેન્ડની હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે. ફરાર થયા બાદ સોમવારે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.