વડોદરા/ એવું તો શું થયું કે જનેતાએ જ પોતાની દીકરી પર કર્યો જીવલેણ હુમલો,જાણો સમગ્ર વિગત

પુત્રી પર જીવલેણ હુમલો કરી નિર્દયી માતાએ પોતાનો આક્રોશ ઠાલવ્યા બાદ તેને સારવાર માટે લઈ જવા 108ને ફોન કર્યો હતો.

Gujarat Vadodara
જીવલેણ હુમલો

વડોદરામાં એક મહિલાએ પોતાની જ પુત્રી પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.પ્રેમી છિનવાઈ જવાના ડરે માતાએ સગી દીકરી પર ચપ્પુ વડે 20 જેટલા ઘા ઝીંક્યા હતા. જે બાદ માતાએ પોતે જ પોલીસને જાણ કરીને દીકરીને હોસ્પિટલ પહોંચાડી છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી સગીર વયની પુત્રીની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.પુત્રી પર હુમલો કરનાર મહિલાના બે વખત  છૂટાછેડા થઈ ચૂક્યા છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, હુમલો કરનારી માતા આજવા રોડની છૂટાછેડા લઈને પોતાની દીકરી સાથે રહે છે. મહિલાને સમય જતા એક યુવક સાથે મિત્રતા થઈ હતી, આ મિત્રતા સમય જતા પ્રેમમાં પરિણમી હતી. જોકે, આ બાબતને લઈને દીકરી અને તેની માતા વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જોકે, સમય જતા દીકરી અને માતાના પ્રેમી વચ્ચે અંતર ઘટતા માતા-પુત્રી વચ્ચે ઝઘડા વધી ગયા હતા. આ ઝઘડા બાદ આવેશમાં આવેલી મહિલાએ પોતાની જ સગી દીકરી પર હુમલો કરી દીધો હતો.

મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ માતા અને પુત્રી ઘરે હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને ઝઘડો થતાં માતા તેની પુત્રી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી. માતાએ તેની જ દીકરી પર ઉપરાછાપરી ચપ્પુના 20 વાર કરી દીધા હતા. જે બાદમા તે દીકરીને લઈને સયાજી હોસ્પિટલ પહોંચી હતી.

સગી દીકરી પર ચાકુથી હુમલો કર્યા બાદ માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં 2 વાર ફોન કર્યો હતો કે, મેં મારી છોકરીને મારી નાખી છે. જેને પગલે બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાપોદ પોલીસ સ્થળ પહોંચી ત્યારે કિશોરીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. પુત્રી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર માતાના અગાઉ લગ્ન થયેલા છે અને તેના બે વખત છૂટાછેડા થયા છે, જ્યારે ઘરેલુ ઝઘડાના કારણે બે વખત પોલીસ ફરિયાદ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. માતાનો હાલ જે બોયફ્રેન્ડ છે તે હાલ વિદેશ ગયો હોવાની ચર્ચા સાંભળવા મળી છે.

પુત્રી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર માતાના અગાઉ લગ્ન થયેલા છે અને તેના બે વખત છૂટાછેડા થયા છે, જ્યારે ઘરેલુ ઝઘડાના કારણે બે વખત પોલીસ ફરિયાદ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. માતાનો હાલ જે બોયફ્રેન્ડ છે તે હાલ વિદેશ ગયો હોવાની ચર્ચા સાંભળવા મળી છે.

સમા પોલીસે સગી માતાએ જ દીકરી પર હુમલો કર્યાની ઘટનામાં તપાસ શરુ કરી છે. આ સાથે પોલીસ મહિલાના પ્રેમી તથા તેના પહેલી પતિની પણ પૂછપરછ કરી શકે છે. આ કેસમાં પોલીસ ઘાયલ થયેલી દીકરીનું તેની સ્થિતિ અંગે ડૉક્ટર સાથે વાત કર્યા પછી નિવેદન નોંધીને જરુરી તપાસ કરી શકે છે.

આ પણ વાંચો:રાજકોટમાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાની મહેર,ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો:સુરેનદ્રનગરમાં અગરિયાઓને રાહત, 1187 અગરિયાને સોલારપંપ માટે આર્થિક સહાય

આ પણ વાંચો:કુલ કેટલા મત મળે તો BJP 150 પાર જાય? આ છે ભાજપનું મત ગણિત