ગુજરાત/ એવુ તે શું બન્યુ કે હાઈકોર્ટે ડોકટરોનાં વલણની કરી કડક ટીકા?

ગુજરાતમાં કોરોનાનાં કપરા સમયે દર્દીઓની સારવારને ભૂલી જઇ ફરજ પર હાજર નહીં રહેનારા બોન્ડેડ તબીબો સામે ગુજરાત સરકારે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરી એફઆઇઆર નોંધવાનો નિર્ણય કર્યો છે.

Gujarat Others
11 225 એવુ તે શું બન્યુ કે હાઈકોર્ટે ડોકટરોનાં વલણની કરી કડક ટીકા?
  • બોન્ડેડ ડોકટરોની દેશવાસીઓને જરૂર છે
  • ડોકટરો ફરજનો ઇન્કાર કરી શકે નહી
  • હાઇકોર્ટે ડોકટરોના વલણની કરી કડક ટીકા
  • સરકારને પણ સોગંદનામું કરવા કર્યો નિર્દેશ
  • તમે ડોકટરોની સેવા લેવા ગ્રામ્યવિસ્તારમાં લેવા માગો છો  ?
  • આદિવાસી વિસ્તારમાં પણ ડોકટરોની સેવા લેવા માગોં છો ?
  • હાઇકોર્ટમાં વધુ સુનાવણી 20 જુલાઇએ થશે

ગુજરાતમાં કોરોનાનાં કપરા સમયે દર્દીઓની સારવારને ભૂલી જઇ ફરજ પર હાજર નહીં રહેનારા બોન્ડેડ તબીબો સામે ગુજરાત સરકારે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરી એફઆઇઆર નોંધવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન બોન્ડેડ તબીબોએ આ મામલે ગુજરાત હાઇકોર્ટમા રીટ કરી એફઆઇઆર નોંધવા સામે ન્યાયની દાદ માગી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ આ અંગે બન્ને તરફી કડક વલણ અપનાવી સરકાર અને બોન્ડેડ તબીબો સામે લાલ આંખ કરી છે.

હાયરે કોરોના / મહામારી રોકવામાં આ રાજ્યો અસફળ, કેન્દ્રે ટીમ મોકલી મુકાબલો કરવા શીખવશે પદ્ધતિ

ગુજરાતમાં કોરોનાના સમયે વધુ ને વધુ દર્દીઓ જ્યારે દર્દના બિછાને હતા તે સમયે સરકારી હોસ્પિટલના બોન્ડેડ તબીબોએ ફરજ પર હાજર નહીં થવાનો અભિગમ અપનાવી સરકાર સામે વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે સરકારે પણ આ જ સમયે બોન્ડેડ તબીબોની કોઇપણ પ્રકારની ચિમકીને નહીં સ્વીકારીને બોન્ડેડ તબીબો સામે કાર્યવાહી કરી એપેડમિક એક્ટ લાગુ કરી રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં સેવા આપી રહેલાં પરંતુ કોવિડ સમયે ફરજમાં નિષ્ક્રિય રહેલાં કે હાજર નહીં રહેલાં બોન્ડેડ તબીબો સામે ફોજદારી કાર્યવાહી કરી એફઆઇઆર કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણય સામે બોન્ડેડ તબીબોએ ન્યાય મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગી હતી. આ અંગેની સુનાવણી હાલ આગળ વધી રહી છે. દરમિયાન બોન્ડેડ તબીબો અને સરકારના વલણના કારણે દર્દીઓ ભોગ બની રહ્યાં છે. એ સ્થિતિને નિવારવા પ્રથમ પ્રાયોરીટી હોવી જોઇએ. ગુજાત હાઇકોર્ટે આ વલણ અપનાવી સરકાર અને બોન્ડેડ તબીબોએ ખરા અપનાવાયેલાં વલણની આકરી ટીકા કરી છે.

હાઇકોર્ટમાં કોણે શું કહ્યું….?

સરકાર –  બોન્ડેડ તબીબો કોરોનાના ખરા સમયે તેમની ફરજ બજાવવામાં ઉણા ઉતર્યા છે, તેઓને અલ્ટીમેટમ આપ્યા પછી પણ કોઇપણ જાતની જાણ કર્યા વગર તબીબી ફરજ બજાવવા હાજર થયા નથી તેથી તેમની સામે એપેડેમિક એક્ટ મુજબ કાર્યાવાહી થવી જોઇએ.

તબીબો –  સરકાર સમક્ષ અમારા પ્રશ્નોની અનેકવાર રજૂઆત છતાં પ્રશ્નો હલ થયા નથી. અંતે અમારે ફરજ પર હાજર નહીં રહેવાનો નિર્ણય લેવો પડ્યો છે.

હાઇકોર્ટ –  તમારે સરકારની જરૂર હતી ત્યારે સરકારે ડોકટરોને મદદ કરી. ઓછી ફીમાં અભ્યાસ કરાવ્યો અને હવે તમારી જરૂર સરકારને છે ત્યારે તમે તેમાંથી દૂર રહી શકો નહીં.

મહામારીનો ભય / દેશ અનેે દુનિયામાં કોરોનાએ મચાવ્યું તાંડવ, સંક્રમણનો આંક પહોંચ્યો 18.5 કરોડને પાર

ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વિવિધ સરકારી હોસ્પિટલોના 251 તબીબો સામે ફોજદારી કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે. બીજી બાજુ આ મુદ્દે બોન્ડેડતબીબો સરકારના વલણ સામે ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે. હવે સરકાર અને બોન્ડેડ તબીબોએ અપનાવેલાં વલણની ગુજરાત હાઇકોર્ટે આકરી ટીકા કરી છે. જે મુજબ તબીબોને ફરજ પર હાજર થવા અંગે જવાબ માગ્યો છે તો સરકાર ડોકટરો અંગે કેવું વલણ દાખવવા માગે છે..એ અંગે સોગંદનામું કરવા આદેશ આપ્યો છે. અંતે હવે આ મુદ્દે 20 જુલાઇએ હાથ ધરાનારી વધુ સુનાવણી પર સૌની નજર રહેશે.