દુર્ઘટના/ મોરબીમાં ચાલીને જતાં માતા-પુત્રી સાથે બન્યું એવું કે… અચાનક જ મળ્યું મોત

મોરબીમાં રોડ ઉપર ચાલીને મસ્જિદે જતાં માતા-પુત્રી અને અન્ય એક મહિલા ઉપર મકાનની બાલ્કની તૂટીને પડતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં માતાનું મોત નીપજ્યું છે.

Gujarat Others
મોરબીમાં

મૃત્યુએ ભલે ગમે કે ના ગમે પરંતુ દરેકે સ્વીકારવું જ પડે છે. જે આ દુનિયામાં જન્મ લે છે તેને એક ને એક દિવસ તો મૃત્યુ પામવાનું જ છે. અને મોત ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે તે પણ કયારેય નક્કી હોતું નથી. મોરબીમાં રોડ ઉપર ચાલીને મસ્જિદે જતાં માતા-પુત્રી અને અન્ય એક મહિલા ઉપર મકાનની બાલ્કની તૂટીને પડતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં માતાનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રી અને અને પાડોશી મહિલાને ઇજા પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 મળતી માહિતી અનુસાર મોરબીના મહેન્દ્રપરા 16 માં રહેતા જિજ્ઞાષા બેન હજીમઅલી જીવાણી (ઉ.વ 45) અને તેમની પુત્રી રૂક્સાનાબેન હજીમઅલી જીવાણી (ઉ.વ 15) તથા તેમના પાડોશી નીલમબેન અનીશભાઇ જીવાણી (ઉ.વ 28) ચાલીને મસ્જિદે જતા હતા. દરમિયાન મહેન્દ્રપરા 20 માં વિનાયક ટેઇલર નજીક આવેલા મકાનની પારપેટ તુટી નીચે પડતા ત્રણેય મહિલાઓ અહીં દટાઇ ગઇ હતી. જો કે સદ્નસીબે એક તરૂણી અને મહિલાનો જીવ બચી ગયો હતો.

જો કે મોરબીમાં બનેલી આ ઘટનામાં બાળકી રૂકસાના તેમજ મહિલાનો જીવ બચી ગયો હતો. પરંતુ તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાને કારણે તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ ઘટનામાં રૂકસાનાના માતા જિજ્ઞાશાબેન હજીમઅલી જીવાણીનું મોત થયું હતું.

આ બાલ્કની ચાલીને જતા ત્રણેય વ્યક્તિઓ ઉપર પડી હતી. જેને કારણે જિજ્ઞાષાબેન હજીમઅલી જીવાણીનું મોત નીપજ્યું છે. જ્યારે તેમની પુત્રી રૂક્સાનાબેન તથા પાડોશી મહિલા નિલમબેનને ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત આ વેળાએ અહીંથી રિક્ષા પણ નીકળી હતી. આ રિક્ષા ઉપર પણ પારાપેટ પડી હોય તેમાં પણ નુકસાની સર્જાઈ હોવાના જાણવા મળી રહ્યું  છે.

આ પણ વાંચો : પત્ની પર આત્મઘાતી હુમલો, પતિએ શરીર પર બોમ્બ બાંધી પત્નીને લીધી બાથમાં, બંનેના ઊડ્યાં ફુરચા

આ પણ વાંચો :મહીસાગરમાં ગુલિયન બારી સિન્ડ્રોમથી બાળકીનું મોત

આ પણ વાંચો :ગુજરાતના 584 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા : રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી

આ પણ વાંચો :યુધ્ધની ભયાવહ પરિસ્થિતિમાં યુક્રેન અને પોલેન્ડ સરહદ વચ્ચે અટવાયા ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓ, સરકારને કરી વિનંતી