ગુજરાત/ કચ્છનાં ગાંધીધામનાં એક ગામમાં દલિત પરિવારને મંદિરમાં જવુ ભારે પડ્યું

આજે આપણે 21 મી સદીમાં જીવન જીવી રહ્યા છે ત્યારે આ મોડર્ન જમાનામાં કે જ્યા દુનિયા ભવિષ્ય તરફ નજર કરી રહી છે ત્યારે રંગભેદ અને જાતિભેદ આજે પણ ક્યાકને ક્યાક જોવા મળી જાય છે.

Gujarat Others
દલિત પરિવારને ભારે પડ્યુ મંદિરે જવુ

આજે આપણે 21 મી સદીમાં જીવન જીવી રહ્યા છે ત્યારે આ મોડર્ન જમાનામાં કે જ્યા દુનિયા ભવિષ્ય તરફ નજર કરી રહી છે ત્યારે રંગભેદ અને જાતિભેદ આજે પણ ક્યાકને ક્યાક જોવા મળી જાય છે, તાજેતરમાં આવો જ એક કિસ્સો રાજ્યનાં કચ્છ જિલ્લાનાં ગાંધીધામ શહેર નજીક આવેલા એક ગામમાંથી સામે આવ્યો છે. જ્યા મંદિરમાં દર્શન કરવા ગયેલા દલિત પરિવારનાં છ સભ્યો પર આશરે 20 લોકોએ કથિત રીતે હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે શુક્રવારે જાણકારી આપી હતી.

આ પણ વાંચો – પ્રિયંકા ગાંધીએ તોડ્યો રેકોર્ડ / પ્રિયંકા ગાંધીએ સૌથી ઓછા સમયમાં યુપી પરિક્રમા કરી કેવી રીતે તોડ્યો ઇન્દિરા-રાજીવ ગાંધીનો રેકોર્ડ

આપને જણાવી દઇએ કે, સમય સાથે ઘણુ બધુ બદલાઇ જાય છે પરંતુ આજે પણ ક્યાકને ક્યાક લોકોમાં જાતિભેદ જોવા મળી રહ્યો છે, આવુ જ કઇંક રાજ્યમાં કચ્છ જિલ્લાનાં ગાંધીધામ શહેર નજીક આવેલા એક ગામ બન્યુ હોવાનુ સામે આવ્યુ છે. આ વિશે નાયબ પોલીસ અધિક્ષક કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કથિત ઘટના મંગળવારે (26 ઓક્ટોબર) ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારનાં નેર ગામમાં બની હતી, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. “આ સંદર્ભમાં બે FIR નોંધવામાં આવી હતી, એક ગોવિંદ વાઘેલા દ્વારા અને બીજા તેમના પિતા જગાભાઈ દ્વારા. બન્નેએ દાવો કર્યો હતો કે લગભગ 20 લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. અમે ગુનેગારોને પકડવા માટે આઠ ટીમો બનાવી છે. કાના આહીર, રાજેશ મહારાજ, કેસરા રબારી, પબા રબારી અને કાના કોલી સહિત 20 લોકોનાં ટોળા સામે એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, લૂંટ અને હુમલાનો કેસ નોંધવામાં આવ્યો છે. FIR મુજબ, આરોપીઓ નારાજ હતા કે ગોવિંદ વાઘેલા અને તેમનો પરિવાર 20 ઓક્ટોબરે નેર ગામનાં રામ મંદિરમાં પૂજા માટે આવ્યા હતા, જ્યારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

આ પણ વાંચો – હિન્દુ પર હુમલો / બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર પાકિસ્તાની સમર્થકો કરી રહ્યા છે, દુર્ગા પંડાલમાં કુરાન રાખી

ફરિયાદમાં જણાવાયું છે કે, 26 ઓક્ટોબરનાં રોજ વાઘેલા તેમની દુકાન પર હતા ત્યારે તેમને ખબર પડી કે કેટલાક લોકોએ તેમના ખેતરમાં પશુઓ મોકલીને તેમના પાકને નષ્ટ કર્યો છે. જ્યારે ફરિયાદી અને તેના કાકા ગણેશ વાઘેલા સ્થળ પર પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમના પર પાઈપ, લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, આ અંગે પોલીસે જણાવ્યું હતું. FIR મુજબ, આરોપીઓએ કથિત રીતે મોબાઈલ ફોનની ચોરી કરી હતી અને ફરિયાદીની રિક્ષાને નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ તેની માતા બાદીબેન, પિતા જગાભાઈ અને અન્ય બે સંબંધીઓ પર હુમલો કર્યો હતો. જે બાદ છ પીડિતોને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ સમગ્ર મામલે હવે વડગામનાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે, અને રાજ્યની સરકારને આ વિશે એક્શન લેવા અને ઉપરાંત 1 તારીખનાં રોજ રાપર જવાનો કોલ આપ્યો છે. જ્યા તેઓ દલિતોની જમીન અને મંદિરમાં પ્રવેશ અપાવવા જવાના છે. આ વીડિયો દ્વારા જાણો શું કહે છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી…