અમદાવાદ/ કેનેડામાં મૃત્યુ પામેલા લોકો અંગે પૂર્વ ડે.CMનું નિવેદન, કહ્યું- અહીં તકો મળતી નથી એટલે…

સરકારે દેશમાં જ તકો ઉભી કરવી પડશે જેનાથી લોકોમાં વિદેશનો મોહ ઓછો થાય.કેનેડા- અમેરિકા બોર્ડર પર જે ઘટના બની છે તે અત્યંત દુખદ છે.

Ahmedabad Gujarat
a 128 કેનેડામાં મૃત્યુ પામેલા લોકો અંગે પૂર્વ ડે.CMનું નિવેદન, કહ્યું- અહીં તકો મળતી નથી એટલે...
  • કેનેડામાં ગુમ થયેલા ગુજરાતી પરિવારનો મામલો
  • પૂર્વ DyCM નીતિન પટેલનું નિવેદન
  • અહીં તકો ઓછી મળે છે માટે લોકોમાં વિદેશનો મોહ
  • સરકાર તકો ઉભી કરે જ વિદેશનો મોહ ઓછો થશે
  • મહેનત કરવા છતાં પણ યોગ્ય વળતર નથી મળતું
  • સારા અભ્યાસ બાદ પણ સારી પોઝિશન નથી મળતી
  • અહીં નોકરી અને ધંધા રોજગાર સીમિત છે
  • આવા સંઘર્ષ બાદ કેનેડાની ઘટનાથી દુઃખ પહોંચ્યું

મુખ્યમંત્રી નીતિન પટેલે કેનેડામાં ઘૂસણખોરી દરમિયાન થયેલા ગુજરાતીઓના મોત મામલે નિવેદન આપ્યુ છે. નીતિન પટેલે એક કાર્યક્રમના સંબોધનમાં જણાવ્યું કે દેશમાં મહેનતુ લોકોને યોગ્ય તક મળતી નથી જેને લઈને લોકો વિદેશમાં જવાનો મોહ રાખે છે.સરકારે દેશમાં જ તકો ઉભી કરવી પડશે જેનાથી લોકોમાં વિદેશનો મોહ ઓછો થાય.કેનેડા- અમેરિકા બોર્ડર પર જે ઘટના બની છે તે અત્યંત દુખદ છે.

આ પણ વાંચો : વાડીનારના યુવકે સગીરા સાથે અડપલાં કરી લગ્ન કરવાની પકડી જિદ્દ, પછી થયું આવું…

કેનેડામાં કલોલનો પટેલ પરિવાર લાપતા થવાને લઇને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, તેમણે દેશમાં યોગ્ય તક ન હોવાથી લોકો વિદેશ જતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. નીતિન પટેલે કહ્યું કે મહેનત કરવા છતા પણ યોગ્ય સ્થાન ન મળતા લોકો વિદેશ જાય છે. તક ન મળતી હોવાથી લોકો મોટા ખર્ચાઓ કરી, જીવના જોખમે વિદેશ જાય છે. દેશમાં મહેનત કર્યા બાદ પણ સ્થાન ન મળતા લોકો જોખમ લઇને વિદેશ જાય છે. દેશમાં નોકરી, ધંધા મર્યાદિત હોવાથી લોકો વિદેશમાં જાય છે.

ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં યુવાનોને તક ઉપલબ્ધ થતી નથી. અહી તક મળતી ન હોવાથી લોકો વિદેશમાં જવા માંગે છે. અહી ભવિષ્ય ઉજ્જવળ નથી થતુ. મહેનત કરવા છતા સારી પોઝિશન મળતી નથી. જેથી સરકાર એવી તક ઉભી કરે કે વિદેશ જવાનો મોહ ઓછો થાય.

તો બીજી તરફ, કાર્યક્રમમાં પૂર્વ DyCM નીતિન પટેલનો એકવાર ફરી રમૂજી અંદાજ જોવા મળ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, હમણા મારા ઘરમાં મીઠો વિવાદ ચાલે છે. કચ્છનું સફેદ રણ જોવા માટે વિવાદ ચાલે છે. મારી પત્નીએ હજુ સુધી કચ્છનું રણ નથી જોયું. ભલે અમિતાભ બચ્ચને ગમે એટલી જાહેરાત કરી હોય. ભલુ થજો ભગવાનનું કે હવે થોડો સમય મળ્યો છે. હવે સમય મળ્યો છે એટલે બધુ માણવાનો સમય મળશે. મારી પૌત્રી 11 વર્ષની ક્યારે થઈ ગઈ તે ખબર જ ન પડી.

આ પણ વાંચો :રાજકોટમાં પતિએ પત્ની હત્યા કરી કર્યું એવું કે.. બધા રહી ગયા દંગ

US-કેનેડા બોર્ડર ઉપર 4 લોકોના મૃત્યુ મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ડિંગુચા ગામના સરપંચ સાથે VTV NEWS દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે. સરપંચનું કહેવું છે કે સમગ્ર ઘટનાથી હું અજાણ છું. પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો કરી રહ્યો છું. પોલીસ તપાસ માટે ડિંગુચા આવી છે.

આ પણ વાંચો :જન્મદાતા જ બન્યા યમરાજ, પિતાને બેદરકારીના લીધે ત્રણ વર્ષની દીકરીનું મોત

દરમિયાન વિદેશ મંત્રાલયે અમેરિકા અને કેનેડામાં ભારતીય રાજદૂત સાથે  વાત કરતા ચાર લોકોના મૃત્યુ અંગે વધુ માહિતી આપી હતી. આ ગમખ્વાર ઘટનામાં જીવ ગુમાવનારા જગદીશ પટેલ, વૈશાલી પટેલ, ધાર્મિક પટેલ અને ગોપી પટેલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :પાટડીના ખોબા જેવડા દસાડાનો યુવાન કેનેડામાં હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ બન્યો

આ પણ વાંચો :ગુજરાતના વધુ એક મંત્રી રાઘવજી પટેલ કોરોના સંક્રમિત,ટ્વિટ કરી આપી માહિતી