દેવભૂમિ દ્વારકા પોલીસ/ વાડીનારના યુવકે સગીરા સાથે અડપલાં કરી લગ્ન કરવાની પકડી જિદ્દ, પછી થયું આવું…

વાડીનાર ના અકબર ચોક ખાતે રહેતા ઇસમે તેના જ પડોસમાં રહેતી સગીર વયની દીકરી સાથે શારીરિક અડપલાં કરતાં ચકચાર મચી ગઈ  છે.

Gujarat Others
અડપલાં

રાજ્યમાં અવાર-નવાર દુષ્કર્મ અને અડપલાં કર્યા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે અને મોટા ભાગની આવી ઘટનાઓમાં પરિવારના જ કોઈ સભ્ય દ્વારા સગીરા કે મહિલા સાથે દુષ્કર્મ કે અડપલાં કરવામાં આવતા હોય છે. ત્યારે આવામાં આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં છેડતી અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો :રાજકોટમાં પતિએ પત્ની હત્યા કરી કર્યું એવું કે.. બધા રહી ગયા દંગ

આ અંગે મળતી માહિતી અનુસાર, વાડીનાર ના અકબર ચોક ખાતે રહેતા ઇસમે તેના જ પડોસમાં રહેતી સગીર વયની દીકરી સાથે શારીરિક અડપલાં કરતાં ચકચાર મચી ગઈ  છે. ફરિયાદી દ્વારા તેની બહેનની સંગીર વય દીકરી સાથે શારીરિક અડપલાં કરી અને જો કોઈ ને કહ્યું તો મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે.

છેલ્લા બે- ત્રણ માસમાં આ અગાઉ પણ આ નરાધમ હેવાનીયત આદરી બાળકી સાથે અડપલાં કરી નિકાહની વાત ઉચ્ચારી હતી. આખરે માતાએ હિંમત દાખવી સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણવી છે. નરાધમને સબક શીખડાવવા આખરે માતા -પુત્રીએ વાડીનાર પોલીસ મથકે આ અંગેની ફરિૉયાદ નોંધાવી છે.

વાડીનાર પોલીસ મથકના પી.એસ.આઈ દ્વારા મામલાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી વિરુદ્ધ પોકસો એકટની કલમ ,8,12,18 તેમજ આઇપીસીની કલમ 354 ક (1), 506 (2) ની કલમો મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે  આરોપી કલયુગી નરાધમ  ફકીરમામદ હુસેન સુંભણીયા ગણતરીને કલાકોમાં જ ઝડપી પાડ્યો છે અને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

આ પણ વાંચો :જન્મદાતા જ બન્યા યમરાજ, પિતાને બેદરકારીના લીધે ત્રણ વર્ષની દીકરીનું મોત

આ પણ વાંચો :  પોરબંદરના અરબી સમુદ્રમાં સર્જાઇ દુર્ઘટના, 16 ક્રૂ મેમ્બરો સાથે બોટ પલટી

આ પણ વાંચો :યુવક-યુવતી રાધનપુરથી અંબાજી જતી બસમાં બેઠા, સ્ટોપ આવતા કંડક્ટરે જગાડ્યા તો ઉઠ્યા જ નહિ…

આ પણ વાંચો : લગ્ન પ્રસંગે આવેલા યુવાન તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ