રાજકીય/ નિશાને સૌરાષ્ટ્ર..! જામકંડોરણાની PMની જનસભા ભાજપના 150+ પાર કરવામાટેનો પાવર બની શકે છે..

ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની ભારે અસર જોવા મળી હતી. જેનો સીધો ફાયદો કોંગ્રેસ ને થયો હતો. પરંતુ આ ચૂંટણીમાં પાટીદારોના ગઢમાં જ સભા યોજી pm મોદી એક જ તીરથી અનેક બેઠકનો લક્ષ્યવેધ કરવા પ્રયાસ કર્યો છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
Untitled 29 નિશાને સૌરાષ્ટ્ર..! જામકંડોરણાની PMની જનસભા ભાજપના 150+ પાર કરવામાટેનો પાવર બની શકે છે..

વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. અને તેઓ આજે તેઓ જામકંડોરણા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જામકંડોરણાના પીપળીયા ગામે જાહેરસભાને સંબોધન કરશે. મુખ્યમંત્રી સહિત વિવિધ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે. તો વડાપ્રધાનના કાર્યક્રમ માટે સૌરાષ્ટ્રના જામકંડોરણામાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો છે. ભાજપના કાર્યકર્તાઓ સહિત સ્થાનિકો પણ PMને આવકારવા માટે થનગની રહ્યા છે. ત્યારે આવો જોઈએ ચૂંટણી પ્રચાર માટે  જેતપુર વિધાનસભામાં આવતા જામકંડોરણાનું  કેમ અગત્યની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવતી રાજકોટ જિલ્લાની વિધાનસભા બેઠકો પૈકીની એક એટલે જેતપુર બેઠક છે. અને તેનું પોતાનું આગવું મહત્વ છે.  જેતપુર સાડી અને ડાઈંગ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

વડાપ્રધાન મોદી રાજકોટની જેતપુરની વિધાનસભા વિસ્તારમાં આવતી જામકંદોરણા ખાતે સભા યોજી રહ્યા છે. ત્યારે આ બેઠકના રાજકીય અને મતદારોના સમીકરણ મુજબ આજે અમે તમને જેતપુર વિધાનસભા બેઠક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વિસ્તારની જેતપુર વિધાનસભા બેઠક અનેક રીતે ખાસ છે. તે રાજકોટ જિલ્લાની વિધાનસભા બેઠકો પૈકીની એક છે.

મતદાર સમીકરણ
આ બેઠક પર કુલ 2 લાખ 52 હજાર 718 મતદારો છે. જેમાં આશરે 1 લાખ 19 હજાર 815 મહિલા મતદારો અને 1 લાખ 32 હજાર 901 પુરૂષ મતદારો છે. જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રિય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમુદાયોનું વર્ચસ્વ છે. જેમાં 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને 18 ટકા અન્ય મતદારો છે.

રાજકીય સમીકરણ
જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં 1990થી ભાજપનું પ્રભુત્વ છે. જો કે વર્ષ 2012માં જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી જંગી બહુમતીથી જીત્યા હતા. બે મહિના પછી, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને પેટા ચૂંટણી યોજાઈ. જેમાં ભાજપના જયેશ રાડિયાનો વિજય થયો હતો.

સ્થાનિક સમસ્યાઓ
અહીંના કાપડ ઉદ્યોગની માંગ GST માત્ર 5 ટકા રાખવાની છે. ઔદ્યોગિક ક્ષેત્રની આ માંગ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઘણી અસર છોડી શકે છે. બીજી તરફ ભાદર નદીના કિનારે વસેલા જેતપુર શહેરમાં ઔદ્યોગિક પ્રદુષણ સૌથી મોટી સમસ્યા છે. ભાદરમાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ભળવાથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જેતપુરમાં ખેડૂતોને અવારનવાર સમયસર વીજળી ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે.

છેલ્લી ચૂંટણીના પરિણામો
BJP: જયેશ રાદડિયાને 98 હજાર 948 વોટ મળ્યા
કોંગ્રેસઃ રવિ અંબાણિયાને 73 હજાર 367 વોટ મળ્યા

જામકંડોરણામાં જાતિવાદી સમીકરણ  શું છે?
જામકંડોરણા બેઠક પર વર્ષોથી રાદડિયા પરિવારનું વર્ચસ્વ છે. જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠક રાદડિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. વિઠ્ઠલ રાદડિયા બાદ જેતપુર બેઠક પર તેમના પુત્ર જયેશ રાદડિયાનો દબદબો છે. આ બેઠક પર જ્ઞાતિના સમીકરણની વાત કરીએ તો જેતપુરમાં લેઉઆ, કડવા પટેલ, ક્ષત્રિય, કોળી, આહીર, બ્રાહ્મણ, માલધારી, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. જેતપુર અને જામકંડોરણામાં લેઉઆ પટેલ સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે.

આ મતવિસ્તારમાં 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉઆ પટેલ, 13 ટકા દલિત, 7 લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને 18 ટકા અન્ય મતદારો છે. ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી 15 ટકા છે. લેઉઆ પટેલ સમાજ સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતની કુલ 50 બેઠકો પર સીધી અસર કરી શકે છે. લેઉઆ પટેલ પાટીદાર સમાજના એપીસેન્ટર એવા જામકંડોરણામાં સભા યોજીને ભાજપે એક તીરથી અનેક લક્ષ્યો હાંસલ કર્યા છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની ભારે અસર જોવા મળી હતી. અને અનેક વિસ્તારોમાં પાટીદારોએ ભાજપ વિરોધી મતદાન કર્યું હતું. જેનો સીધો ફાયદો કોંગ્રેસ ને થયો હતો. પરંતુ આ ચૂંટણીમાં પાટીદારોના ગઢ માં જ સભા યોજી pm મોદી એક જ તીર થી અનેક બેઠકનો લક્ષ્યવેધ કરવા પ્રયાસ કર્યો છે. અને એટલે જ જામકંડોરણાની આ બેઠક ખૂબ જ મહત્વની છે. ભાજપ આ વખતે 182 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, આ માટે લેઉઆ પટેલ સમાજની નારાજગી દૂર કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારે ભાજપે અહીં તેમના સ્ટાર પ્રચારક પીએમ મોદીની સભા યોજીને લેઉઆ પટેલ સમુદાયની સાથે અન્ય સમુદાયોને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.