નવરાત્રી/ ચંડી પાઠ’નું માનવ જીવનમાં મહત્વ શું ? આ નિયમો સાથે પઠન કરવાથી થશે અનેક લાભો

ચંડીપાઠના કુલ 13 અધ્યાય આવેલા છે.તેમાં 700 શ્ર્લોક છે જે 13 અધ્યાય મુખ્ય ત્રણ ભાગમાં છે જેમાં પ્રથમ ચરીત્ર એટલે મહાકાળી ત્યારબાદ મધ્યમ ચરીત્રી મહાલક્ષ્મી જેમા બીજો-ત્રીજો-ચોથો અધ્યાય આવે છે.

Dharma & Bhakti Navratri 2022
Untitled 282 ચંડી પાઠ’નું માનવ જીવનમાં મહત્વ શું ? આ નિયમો સાથે પઠન કરવાથી થશે અનેક લાભો

ચંડીપાઠ એટલે ભકતોના મનુષ્યોના દુ:ખ દૂર કરવા માટેનું કલ્પવૃક્ષ છે. સકામ કતો આના સેવનથી પાઠથી મનને અભીષ્ટ દૂર્લભતમ વસ્તુ અથવા સ્થિતિ સહજભાવે મેળવે છે. ચંડીપાઠથી ઐશ્ર્ચર્ય આયુ આરોગ્ય બધી જ કામનાની પુર્તી થાય છે. ચંડીપાઠા શ્ર્લોકોથી મનુષ્યના બધા જ દુ:ખ દૂર થાય છે.ચંડીપાઠમાં સાથે દેવીકવચ અર્ગલા, કીલક, રાત્રીસુકત દેવીઅથર્વશીર્ષ સિધ્ધકુંજિકા સ્તોત્રના પાઠ પણ સાથે છે.

ચંડીપાઠના કુલ 13 અધ્યાય આવેલા છે.તેમાં 700 શ્ર્લોક છે જે 13 અધ્યાય મુખ્ય ત્રણ ભાગમાં છે જેમાં પ્રથમ ચરીત્ર એટલે મહાકાળી ત્યારબાદ મધ્યમ ચરીત્રી મહાલક્ષ્મી જેમા બીજો-ત્રીજો-ચોથો અધ્યાય આવે છે. ત્યારબાદ ઉતર ચરીત્ર એટલે મહાસરસ્વતી જેમ પાંચથી તેર અધ્યાય સુધી ઉતમ ચરીત્ર ગણાય છે. આમ ત્રણ ચરીત્રમાં ચંડીપાઠના તેર અધ્યા આવે છે. જેમાં માતાજીએ મહિષાસુરનો વધ ચંડમુંડનો વધ રકતબીજનો વધ કર્યો હતો. ચોથો અધ્યાય એટલે શક્રાદયસ્તુતી જે દેવતાઓએ માતાજીની સ્તુતી કરેલી તે ચંડીપાઠનો અગીયારમો અધ્યય એટલે માતાજીએ દેવતાઓનો આપેલુ વરદાન ચંડીપાઠમાં પ્રાધાનિક રહસ્ય વૈકૃતિક રહસ્ય મૂર્તી રહસ્ય પણ આવેલા છે.

ચંડીપાઠનો નિયમો

  1. પુસ્તક હાથમાં રાખીને પાઠ નથી કરી શકતો પોતાની સામે પુસ્તક રાખી પાઠ કરાય છે.
  2. કોઈપણ એક અધ્યાયનો પાઠ નથી કરી શકતો આખા ચંડીપાઠનો પાઠ કરવો અથવાતો આખા ચરીત્રનોપાઠ કરવો આમ ચંડીપાઠના ઘણા નિયમો છે. તેનું પાલન કરવું સ્પષ્ટ ઉચ્ચાર કરવો. યોગ્ય ગુરૂ પાસેથી આખો ચંડીપાઠ શિખી અને ત્યારબાદ જ બોલી શકાય ખાસ કરીને પાઠશાળામાં પૂર્ણ શીખેલ બ્રાહ્મણો પાસે પાઠ કરાવો યોગ્ય ગણાય.
  3.     ચંડીપાઠમાં છેલ્લે જીવનના બધા જ પ્રશ્ર્નોનું નિવારણ તથા વિશ્ર્વનાબધા જ પ્રશ્ર્નોનું નિવારણના સિધ્ધ સંપૂટ મંત્રો આવેલા છે. જેનાથી જીવનના બધા જ પ્રશ્ર્નોનું નિવારણ થાય છે. ચંડીપાઠ વિશે જેટલુ લખીયે તેટલુ ઓછુ જ ગણાય છે. પણ મારા જ્ઞાન પ્રમાણે અહિ માહિતી રજૂ કરેલ છે