Technology/ શું છે આ વોટ્સએપનું નવું પ્રાઈવસી ફીચર,શું તમે તેના તેના વિશે જાણો છો

વોટ્સએપના નવા પ્રાઈવસી ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારી વોટ્સએપ એપ ખોલવી પડશે. ત્યાર બાદ હવે અહીંથી સેટિંગ્સમાં જવા માટે આઇ બટન પર ટેપ કરો અને પ્રાઇવસી વિકલ્પ પર ટેપ કરો.

Tech & Auto
વોટ્સએપ

વોટ્સએપ અત્યારે દરેકના જીવનનો એક અગત્યનો હિસ્સો બની ગયું છે તેનો ઉપયોગ નાનામાં નાનો માણસ તેમજ અભણ માણસો પણ કરતાં હોય છે. જાણકારી મુજબ તાજેતરમાં ભારતમાં વોટ્સએપ સ્પામ કોલને લઈને ઘણી ફરિયાદો સામે આવી હતી. ત્યારે થોડા સમય પહેલા મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની જાહેરાતમાં કહ્યું કે વોટ્સએપ એક નવું ફીચર લાવ્યું છે જેમાં અજાણ્યા નંબરોથી આવતા કોલને ઓટોમેટિક સાઈલન્સ કરી શકાય છે લાગ્યુંને રોચક.મતલબ કે હવે આપણે આ કોલ્સમાંથી છુટકારો મેળવવા જઈ રહ્યા છીએ.

આપણે ઘણી વાર અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ કે ફોનકોલથી ત્રાસી જતાં હોઈએ છીએ ત્યારે  વોટ્સએપે અજાણ્યા નંબરો પરથી આવતા કોલથી છુટકારો મેળવવા માટે એક શાનદાર ફીચર બહાર પાડ્યું છે. હવે તમે વિચારશો વોટ્સએપ પર અજાણ્યા નંબરોથી આવતા કોલ ઓટોમેટીક સાઈલન્સ થઈ શકશે,તો  હા આ નવા ફીચરથી આ વસ્તુ શક્ય છે.

આપને જણાવી દઈએ આ ફીચરને વોટ્સએપના નવા પ્રાઈવસી ફીચર તરીકે રજૂ કરવામાં આવ્યું છે.જેની જાહેરાત માર્ક ઝકરબર્ગદ્વારા કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર, આ ફીચરની મદદથી અજાણ્યા નંબરોથી આવતા કોલને ટાળી શકાશે. વધુમાં તેમણે કહ્યું કે નવા ફીચરની મદદથી અજાણ્યા નંબરો પરથી આવતા કોલને ઓટોમેટિકલી સાઈલન્સ કરી શકાશે.

ખાશ વાત તો એ છે કે યુઝર્સને તેનું  નોટિફિકેશન મળશે અને જો યુઝર્સ ઈચ્છે તો એપના કોલ લિસ્ટમાં જઈ  આ કોલને જોઈ પણ  શકે છે.

આ રીતે કામ કરશે નવું ફીચર આવો જાણીએ

વોટ્સએપના નવા પ્રાઈવસી ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારી વોટ્સએપ એપ ખોલવી પડશે. ત્યાર બાદ હવે અહીંથી સેટિંગ્સમાં જવા માટે આઇ બટન પર ટેપ કરો અને પ્રાઇવસી વિકલ્પ પર ટેપ કરો.

અહીં તમને નીચેથી ત્રીજા નંબર પર ‘કોલ્સ’નું નવું ફીચર જોવા મળશે ત્યાં જઈ હવે કોલ્સ ઓપ્શન પર ટેપ કરો અને ‘સાઇલેન્સ અનનોન કોલર્સ’ ઓપ્શન ઓન કરો.

આ પછી ફીચર એક્ટિવ થઈ જશે. જ્યારે તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે ત્યારે તમને સૂચના મળશે. તમે આ કૉલ્સને કૉલ ટૅબમાં કોઈપણ સમયે જોઈ શકો છો,તો આ ન્યુ ફિચરનો લાભ ઉઠાવો અને પોતાના વોટ્સએપની પ્રાઈવસી જાળવી રાખો.

આ પણ વાંચો:કન્ટેન્ટ ક્રીયેટરોને જબરજસ્ત કમાણી કરાવશે મસ્કની આ જાહેરાત

આ પણ વાંચો: ગૂગલ પેમાં હવે આધાર નંબરની મદદથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે

આ પણ વાંચો:કંપનીએ લોન્ચ કરી Maruti Jimny, જાણો જબરદસ્ત ફીચર્સથી સજ્જ SUVની કિંમત

આ પણ વાંચો:Apple લાવ્યું નવી ઓપરેટિંગ સિસ્ટમ, હવે IPhonesમાં મળશે આ 7 શાનદાર ફીચર્સ