T20 World Cup/ આ શું? બોલ ન અડ્યો છતા વોર્નરે છોડ્યું મેદાન, એમ્પાયરની ભૂલ પણ પાકિસ્તાનને જીતવામાં ન કરી શકી મદદ

ગુરુવારે રમાયેલી રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન વિરુદ્ધ મેચ જીતીને ફાઈનલમાં પ્રેવશ કર્યો છે. આ રોમાંચક મેચમાં ઘણા એવા ક્ષણ આવ્યા જે હવે ચર્ચાનો વિષય બની ગયા છે.

Sports
વોર્નરની મોટી ભૂલ

ગુરુવારે રમાયેલી રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન વિરુદ્ધ મેચ જીતીને ફાઈનલમાં પ્રેવશ કર્યો છે. આ રોમાંચક મેચમાં ઘણા એવા ક્ષણ આવ્યા જે હવે ચર્ચાનો વિષય બની ગયા છે. જી, નહી અહી અમે પાકિસ્તાનની હાર માટે જવાબદાર કહેવાઇ રહેલા હસન અલીની વાત નહી પણ ઓસ્ટ્રેલિયાનાં તોફાની બેટ્સમેન ડેવિડ વોર્નર વિશે વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાની કેપ્ટને લીધી હસન અલીની ક્લાસ, કહ્યુ- કેચ છોડ્યો એ મેચનો રહ્યો ટર્નિંગ પોઈન્ટ

T20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે આ ટાર્ગેટને મેળવવા શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ડેવિડ વોર્નરે મોટી ભૂલ કરી હતી. આટલી મોટી મેચમાં આવી ભૂલની અપેક્ષા વોર્નર પાસેથી ન હોતી પરંતુ તે જોવામાં આવ્યું. ડેવિડ વોર્નરને અમ્પાયરે આઉટ આપ્યો અને તે મેદાનની બહાર ચાલ્યો ગયો. ત્યારબાદ રિપ્લેમાં જાણવા મળ્યું કે બોલ બેટને જરા પણ અડ્યો નહતો. આ મોટી ભૂલ ત્યારે સામે આવી જ્યારે ડેવિડ વોર્નર શાદાબ ખાનની સામે અગિયારમી ઓવરનાં પ્રથમ બોલનો સામનો કરી રહ્યો હતો. શાદાબનો બોલ વોર્નરનાં બેટની નજીકથી પસાર થઈને કીપર રિઝવાન પાસે ગયો અને અપીલ પર તેને આઉટ આપવામાં આવ્યો. વોર્નર મેદાનની બહાર નીકળી ગયો હતો અને તેણે DRS લીધું ન હોતું. પાછળથી રિપ્લેમાં જાણવા મળ્યું કે બોલ બેટ પાસેથી પસાર થઈ ગયો હતો અને કિનારી વાગી ન હોતી. આ વિશે બેટ્સમેન કરતા વધુ સારી રીતે કોઈ જાણતું ન હોત પરંતુ વોર્નરે રિવ્યુ લીધો ન હતો. ઓસ્ટ્રેલિયા માટે આ એક મોટી ભૂલ કહેવાશે. તે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને 30 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ વોર્નર છેલ્લી કેટલીક મેચોમાં સારા ફોર્મમાં છે. આ સમયે કહેવાય છે કે એમ્પાયરે મોટી ભૂલ કરી હતી, જો કે આ ભૂલ પણ પાકિસ્તાનને મેચમાં પરત ન લાવી શકી.

આ પણ વાંચો – T20 World Cup / મોહમ્મદ રિઝવાને T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, જે તેણે કરી બતાવ્યુ હવે નહી કરી શકે કોઇ

આ પહેલા ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા ટીમનાં કેપ્ટન એરોન ફિન્ચે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તે ખોટો સાબિત થયો હતો. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને સારી શરૂઆત કરી હતી અને ઓસ્ટ્રેલિયાનાં બોલરોને કોઈ વિકેટ આપી ન હોતી. બન્નેએ અડધી સદીની ભાગીદારી કરી હતી અને બાદમાં ફખર ઝમાને ઓસ્ટ્રેલિયાનાં ઝડપી બોલરોને નિશાન બનાવીને તોફાની બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ 55 રનની ઇનિંગ રમી અને માત્ર 32 બોલમાં આ સિદ્ધિ મેળવી. જેના કારણે પાકિસ્તાનનો કુલ સ્કોર 4 વિકેટે 176 રન પર પહોંચી ગયો હતો.