Bollywood/ અર્જુન કપૂર-મલાઈકા અરોરા શું થઈ ગયા અલગ? બ્રેકઅપના લીધે ઘણા દિવસથી ઘરની બહાર નથી અભિનેત્રી

છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કર્યા બાદ હવે બોલિવૂડના સૌથી વિવાદાસ્પદ કપલમાંથી એક મલાઈકા અરોરા અને અર્જુન કપૂર અલગ થઈ ગયા છે.

Entertainment
મલાઈકા અરોરા

બોલિવૂડના સૌથી હોટ કપલ્સમાંથી એક અર્જુન કપૂર અને મલાઈકા અરોરા અલગ થઈ ગયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધું છે. છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કર્યા બાદ હવે બોલિવૂડના સૌથી વિવાદાસ્પદ કપલમાંથી એક મલાઈકા અરોરા અને અર્જુન કપૂર અલગ થઈ ગયા છે. થોડા વર્ષો પહેલા અર્જુન કપૂરના જન્મદિવસ પર આ બંને સ્ટાર્સે તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ બંને બોલિવૂડ સેલિબ્રિટીઓ વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે.

આ પણ વાંચો :કરણ જોહરે કરી જાહેરાત, અક્ષય કુમાર-ઇમરાન હાશ્મી પહેલીવાર સાથે શેર કરશે સ્ક્રીન

a 62 અર્જુન કપૂર-મલાઈકા અરોરા શું થઈ ગયા અલગ? બ્રેકઅપના લીધે ઘણા દિવસથી ઘરની બહાર નથી અભિનેત્રી

 મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું થયું બ્રેકઅપ!

નવા વર્ષ નિમિત્તે અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને મલાઈકા અરોરાની તસવીર પોસ્ટ કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડના આ બંને કપલ એકબીજાથી અલગ થઈ ગયા છે. બોલિવૂડના આ બંને કપલે તેમના સંબંધોને ‘ધ એન્ડ’ કહ્યું છે. બોલિવૂડ લાઈફના એક સમાચાર અનુસાર, મલાઈકા અરોરા તેના બ્રેકઅપથી ખૂબ જ દુઃખી છે. અને આ દુ:ખને કારણે તેણે પોતાની જાતને બધાથી અલગ કરી લીધી છે. મલાઈકા અરોરા બ્રેકઅપના કારણે ખૂબ જ દુઃખી છે અને છેલ્લા 6 દિવસથી તેણે ઘરની બહાર પગ પણ નથી મૂક્યો. અર્જુન પણ આ દિવસોમાં મલાઈકા અરોરાને મળ્યો નથી.

a 62 1 અર્જુન કપૂર-મલાઈકા અરોરા શું થઈ ગયા અલગ? બ્રેકઅપના લીધે ઘણા દિવસથી ઘરની બહાર નથી અભિનેત્રી

જોકે, થોડા દિવસો પહેલા જ અર્જુન કપૂર તેની બહેન રિયા કપૂરના ઘરે ડિનર માટે જતો જોવા મળ્યો હતો. રિયા કપૂરનું ઘર મલાઈકા અરોરાના ઘરની ખૂબ નજીક છે પરંતુ તે દરમિયાન અર્જુન કપૂર એક પણ વાર મલાઈકાને મળવા ગયો ન હતો. મલાઈકા પણ અર્જુન કપૂર સાથે આવા ફેમિલી ડિનરમાં હાજરી આપતી રહે છે પરંતુ આ વખતે મલાઈકા અરોરા પણ જોવા મળી ન હતી.

આ પણ વાંચો : લતા મંગેશકરને હજુ હોસ્પિટલમાંથી નહીં મળે રજા, કોરોનાની સાથે થયો ન્યુમોનિયા

રિપોર્ટ્સનું માનીએ તો લગભગ 4 વર્ષ બાદ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ પોતાના સંબંધોનો અંત લાવ્યો છે. જોકે, અર્જુન કપૂર કે મલાઈકા અરોરાએ આ વાતની પુષ્ટિ કરી નથી. આ બંને બોલિવૂડ સેલિબ્રિટીઓએ આ મુદ્દે મૌન સાધ્યું છે.

a 62 2 અર્જુન કપૂર-મલાઈકા અરોરા શું થઈ ગયા અલગ? બ્રેકઅપના લીધે ઘણા દિવસથી ઘરની બહાર નથી અભિનેત્રી

અગાઉ પણ બ્રેક અપના સમાચાર આવ્યા હતા

આ પહેલીવાર નથી બન્યું કે મલાઈકા અને અર્જુન કપૂરના બ્રેક અપના સમાચાર સામે આવ્યા હોય. આ પહેલા ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં બંનેનું બ્રેક અપ થયુ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે, એ સમયે બંનેએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પરંતુ મલાઈકાએ અર્જુન સાથે વેકેશનની તસવીરો શેર કરીને એ વાત સાબિત કરી દીધી હતી કે જે પણ વાતો ચાલી રહી છે તે બધી અફવા છે. આશા છે કે આ કપલ ફરી એક વાર એકબીજાની નજીક આવી જાય.

a 62 3 અર્જુન કપૂર-મલાઈકા અરોરા શું થઈ ગયા અલગ? બ્રેકઅપના લીધે ઘણા દિવસથી ઘરની બહાર નથી અભિનેત્રી

અર્જુન કપૂર કરતા મલાઈકા અરોરા ઉંમરમાં મોટી છે. ઉંમરના આ તફાવતને લઈને અગાઉ અર્જુન કપૂરે મૌન તોડ્યુ હતુ. એક્ટરે એકસવાલના જવાબમાં કહ્યું હતું કે, તે મલાઈકા કરતા ઉંમરમાં 12 વર્ષ નાનો છે અને આ કારણથી બધા તેને ટ્રોલ કરે છે. આવું કહેનારા જ્યારે આપણને સામે મળે ત્યારે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હોય છે. અર્જુન કપૂરનું કહેવું છે કે, એને કે મલાઈકાને આ વાતોથી કોઈ ફરક પડતો નથી. વળી સોશિયલ મીડિયા પર લોકો દ્વારા કરવામાં આવતી 90 ટકા કોમેન્ટ તે વાંચતો પણ નથી.

આ પણ વાંચો :નિયા શર્માને શરીર સંબંધિત આ સમસ્યાઓ રડવા પર કરી રહી છે  મજબૂર!

આ પણ વાંચો :આમિર ખાન સાથે કામ કરી ચુકેલા આ એક્ટરે સાઇના નહેવાલની માંગી માફી, જાણો શું છે મામલો

આ પણ વાંચો : લતા મંગેશકર બે વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યા તો કોરોના કેવી રીતે થયો,જાણો વિગત