Not Set/ રાજ્યમાં વધતા કોરોનાને લઇ હાઈકોર્ટ દ્વારા શું અપાયો આદેશ

ભારત માં વધી રહેલા કોરોના નું સંક્રમણ સૌથી મોટો ચિંતા નો વિષય છે જ્યાં અનેક  રાજ્યમાં  લોકડાઉન અને કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહેલ છે. વાત  કરીએ ગુજરાત રાજ્ય ની  તો રાજ્ય માં ફરી એક વાર કોરોના વાઈરસ નો મોજુ ફરી વળ્યુ છે.જ્યાં દરરોજ મોટી સખ્યામાં કોરોનાના નવા કેસો  નોંધાય રહ્યા છે. જેને લઈને રાજ્ય […]

Top Stories Gujarat
Untitled 60 રાજ્યમાં વધતા કોરોનાને લઇ હાઈકોર્ટ દ્વારા શું અપાયો આદેશ

ભારત માં વધી રહેલા કોરોના નું સંક્રમણ સૌથી મોટો ચિંતા નો વિષય છે જ્યાં અનેક  રાજ્યમાં  લોકડાઉન અને કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહેલ છે.

વાત  કરીએ ગુજરાત રાજ્ય ની  તો રાજ્ય માં ફરી એક વાર કોરોના વાઈરસ નો મોજુ ફરી વળ્યુ છે.જ્યાં દરરોજ મોટી સખ્યામાં કોરોનાના નવા કેસો  નોંધાય રહ્યા છે. જેને લઈને રાજ્ય સરકાર પણ કોરોનાં ના સક્રમણને રોકવા માટેના નિયમોનું પાલન કરાવવા માટે ચુસ્ત બની રહી છે.

મહાનગરો થી લઇ નાના જિલ્લા અને ગામો સુધી લોકો સ્વૈચ્છિક  લોક્ડાઉન નું અમલ કરી રહ્યા છે. જ્યાં વાત કરીએ મહાનગરો ની તો  સુરત , અમદાવાદ , રાજકોટ ,ત્યાંનો ખૂબ જ ખરાબ હાલ છે. અમદાવાદ ની s v p. hospital ને પૂરી કોવિડ હોસ્પીટલ માં ફેરવવા નો A.M.C . ધ્વારા નિર્ણય લેવાયો છે. સુરત માં પણ સંજીવની રથ વધારવાનો નિર્યણ લેવાયો છે. તેમ છતાં પણ કોરોના ના નવા કેસ ખુબજ વધી રહ્યા છે. જેના કારણે ગુજરાત હાઇકોર્ટએ  રાજ્ય  સરકાર ને કોરોના ને લઇ કડક પણે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

હાઇકોર્ટે આજે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે ગઇકાલે એક સાથે ફાયર વિભાગ ના ૧૧ જવાનો  કોરોના ની ચપેટ માં આવી ગયા ગુજરાત હાઈકોર્ટ ના જજ પણ કોરોના ની ચપેટમાં આવી ત્યાં સરકાર શું કરી રહી છે. હાઈકોર્ટ નું કામ આગામી દિવસો માટે બંધ રહે કે ચાલુ તે અંગે પણ ચર્ચા ચાલે છે. પરંતુ રાજ્ય લેવલે સરકારે શું કાર્યવાહી કરવાનું નક્કી કરીને રાખ્યું છે?.

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે લગ્ન જેવા પ્રસંગોમાં જોવા મળતી ભીડ ની અંદર જો નિયમો કરતા વધારે લોકો સામેલ હોય તેઓની અટકાયત કરો. અને તેમની વિરુદ્ધમાં કડક પગલાં ભરો.

એટલુંજ નહિ સપ્તાહ ના અંતિમ દિવસો માં જરૂર લાગે તો વિકેન્ડ કર્ફ્યુ લગાવીને કોરોનાની ચેન તોડવાનું પ્રયાસ કરો. આ સિવાય રાજ્ય માં દવાનો પૂરતો જથ્થો છે કે નથી તે અંગે સરકાર તેની પૂરી ફરજ  અને જવાબદારીથી કામ લે અને  વધતાં કેસો ને કારણે લોકોના રોજવ્યાપાર અને બાળકો ના અભ્યાસ પણ ખોટી અસર પડી રહી છે તેની અમને ચિંતા છે.  પરંતુ. લોકોના જીવની પણ એમની એટલી જ ચિંતા છે. લોકોનો જીવ બચશે તો તમામ કાર્યો થઇ શકશે.
ગુજરાત હાઇકોર્ટ વધુમાં જણાવ્યું હતું કે જો સપ્તાહ ના અંતિમ દિવસો માં કરફ્યુ લગાવ્યા બાદ પણ જો કેસો માં વધારો દેખાશે તો ત્યારબાદ રાજ્યમાં લોકડાઉન લગાવવું કે નહિ તે અંગેની વિચારણા પણ કરવી.