Not Set/ ચાલો સમજીએ વેદનો  પરિચય અને વેદોનું મહત્વ શું છે… ? 

‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે

Dharma & Bhakti
ved ચાલો સમજીએ વેદનો  પરિચય અને વેદોનું મહત્વ શું છે... ? 

વેદ હિંદુ ધર્મના મુખ્ય ચાર આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.

વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. વેદની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાની માનવામાં આવે છે

अन्यथा वेदपाण्डित्य शास्त्रमाचारमन्यथा ।

अन्यथा कुवचः शान्तं लोकाः क्लिश्यन्ति चान्यथा ॥

ved Archives - Aryamantavya

વેદોના તત્વજ્ઞાન, શાસ્ત્રોના વિધાન અને સદાચાર તથા સંતોના ઉત્તમ ચરિત્ર તરફ શ્રદ્ધા અને સમ્માન વાળો ભાવ હોવો જોઈએ. એને મિથ્યા તથા કલ્પિત કહી એને કલંકિત કરવા વાળા, એની ઉપર કાદવ ઉછાળનારા લોકો, આ લોક જ નહિ પણ પરલોકમાં પણ ભારે કષ્ટ ઉઠાવે છે.

વેદ એટલે ધર્મ અને બ્રહ્મનું પ્રતિપાદન કરનાર અપૌરુષેય પ્રમાણરૂપ વાક્ય.

ધર્મ = વ્યક્તિ અને સમાજને ધારણ કરે

બ્રહ્મ = પરમતત્વ

અપૌરુષેય = જે મનુષ્યે ન રચ્યું હોય

चार वेद, जानिए किस वेद में क्या है... | four vedas in hindi

અનાદિ કાળથી વિદ્યમાન પુરાણોની વિચારધારા પ્રમાણે સમસ્ત સંતુષ્ટિના રચેતા બ્રહ્માજીએ સર્જન માટે વેદોનો આધાર લીધો. માટે જ સમસ્ત વિશ્વમાં જે કાંઈ જ્ઞાન છે તે નિશ્ચિત રૂપે મૂળ વેદમાંથી જ આવ્યું છે. રહસ્યવાદી એક વિશિષ્ટ શૈલીમાં પ્રગટેલ એવા વેદને ગણિત કે વિજ્ઞાનની રીતે નહિ પરંતુ રહસ્યવાદી અભિગમથી સમજી, તપશ્ચર્યા અને ધ્યાનના માધ્યમ દ્વારા આત્મસાત કરી શકાય છે.

વેદોને શ્રુતિ કેમ કહેવાય છે?

વેદ = સંપૂર્ણ વાંગ્મય = સંહિતા = શ્રુતિ

વેદો ને માટે “શ્રુતિ” શબ્દનો અધિક વ્યવહાર થાય છે. પ્રાચીન સમયમાં ગુરુમુખે સાંભળી શિષ્યો વેદોને કંઠસ્થ કરતા અને પ્રત્યેક શિષ્ય સાક્ષાત વેદ બની જતો.  આ પરંપરા દ્વારા વેદો સાચવી રાખતા. ઋષિવંશોના શ્રવણ માધ્યમ દ્વારા વેદોની પરંપરા પ્રાપ્ત હોવાને લીધે વેદો ને “શ્રુતિ” ની ઉપમા મળી.

चार वेद, जानिए किस वेद में क्या है... | four vedas in hindi

વેદો (ચાર)

1        ઋગ્વેદ

2        યજુર્વેદ

3        સામવેદ

4        અથર્વવેદ

શાશ્વત અને અજન્મા એવા અપૌરુષેય આ વેદોને જયારે ભગવાને પ્રકટ કર્યા ત્યારે એનો માત્ર એક જ અર્થ હતો. પણ આમ તો વેદોના (ત્રિગુણ બુદ્ધિ વશ) જેટલા અર્થ કાઢવા હોય તેટલા નીકળે  (કહેછે પ્રત્યેક વેદોના પ્રત્યેક શ્લોકના ઓછામાં ઓછા 12 અર્થઘટન થઇ શકે).

તે છતાં, દેખીતી રીતે વેદોમાં મુખ્યત્વે બે બાબતો જોવા મળશે.

  1. ઈશ્વરના વખાણ, વર્ણન, શ્રેષ્ઠતાના ગુણગાન.
  2. ઈશ્વરને પ્રાર્થના, વિનંતી, માંગણી.

વેદોનું ખોટું અર્થઘટન થતું રોકવા માટે  એના વિશે થોડી માહિતી આવશ્યક છે.

  1. વેદોના કોઈ અર્થઘટનમાં સાંપ્રદાયિકતા દેખાય તો સમજવું કે ભાષ્યંતર યોગ્ય નથી.
  2. વેદોમાં ઈશ્વરની સ્તુતિ, વખાણ, પ્રાર્થના, ઉપાસના, તથા ઈશ્વરના ગુણો નું વર્ણન છે.
  3. વેદોમાં સિધ્ધાંતો અને વ્યવહારની વ્યાખ્યા છે, સંસ્કારોની સંહિતા છતી કરે છે.
  4. વેદો એ દેવોની વિશિષ્ટતા હોવા છતાં એમનું ઐક્ય દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.