તમારા માટે/ પતિ-પત્ની સંબંધ મધુર બનાવા અપનાવો ચાણક્યની નીતિના આ ઉપાય

આચાર્ય ચાણક્યની નીતિ કહે છે પતિ-પત્નીનો સંબંધ એક સિક્કાની બે બાજુ જેવો છે. કેટલીક વખત ગેરસમજના કારણે પતિ-પત્ની વચ્ચેના પ્રેમ સંબંધોમાં તિરાડ આવી જાય છે.

Trending Dharma & Bhakti
Beginners guide to 2024 04 24T164212.084 પતિ-પત્ની સંબંધ મધુર બનાવા અપનાવો ચાણક્યની નીતિના આ ઉપાય

આચાર્ય ચાણક્યની નીતિ પતિ-પત્નીના સંબંધો કેવા હોવો જોઈએ તેને લઈને માર્ગદર્શન આપે છે. ચાણક્યનાિ મતે પતિ-પત્નીનો સંબંધ એક સિક્કાની બે બાજુ જેવો છે. એકબીજા વિના તેમનું જીવન અધૂરું રહે છે, પરંતુ ઘણીવાર ગેરસમજ અથવા નાની સમસ્યાઓના કારણે પતિ-પત્ની વચ્ચેના પ્રેમ સંબંધોમાં તિરાડ આવી જાય છે. પ્રેમ હોય કે દાંપત્ય જીવનમાં બંનેએ એકબીજાની ખુશીનું ધ્યાન રાખવું જોઈએ. જીવનમાં ઘણી વખત પતિ-પત્નીએ એકબીજાની ખુશી માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપવું પડતું હોય છે. આવા નાના બલિદાનમાં પ્રેમ અને દાંપત્ય જીવનની સફળતા છુપાયેલી છે.

એકસરખું નહિ એકસાથે કરો વિચાર

અડધું સત્ય અને અડધું અસત્ય સંબંધોને ઝેર આપે છે. ચાણક્ય અનુસાર, જો તમે પ્રેમ સંબંધ અને વિવાહિત જીવનને સુખી બનાવવા માંગો છો, તો તમારે અરીસા જેવું બનવું પડશે. આ સંબંધોમાં, એકસરખું વિચારવાને બદલે, બંને સાથે મળીને વિચારે અને સમસ્યાનો વિચાર કરે, તો જ તેનો ઉકેલ મળશે. પ્રેમ સંબંધોમાં તમારા પાર્ટનરને સમાન દરજ્જો આપો. તેની વાત પણ સાંભળો અને પછી સાથે મળીને સમસ્યાઓ હલ કરો.

સંબંધનો પાયો પ્રેમ અને સમર્પણ

પ્રેમ અને સમર્પણ એ દરેક સંબંધનો પાયો છે. સમર્પણ એટલે સંબંધોમાં વ્યક્તિ કેટલી ભૂમિકા ભજવે છે. ચાણક્ય કહે છે કે માત્ર નાના બલિદાનથી જ લવ લાઈફ અને દાંપત્ય જીવન સફળ થાય છે. જે લોકો સંબંધમાં ‘અમે’ની લાગણી રાખે છે, ‘તમે’ અને ‘હું’ને અવગણીને સંબંધોને ખૂબ સારી રીતે નિભાવે છે. આ સંબંધોમાં પીડા અને વેદનાનો અવકાશ શૂન્ય સમાન થઈ જાય છે. પ્રેમ સંબંધ હોય કે વિવાહિત જીવન, જો તમે કોઈને સાચા અર્થમાં પ્રેમ કરો છો તો તેના પ્રત્યે ઈમાનદાર રહો, કારણ કે તેના આધારે જ સંબંધો મજબૂત બને છે અને પાર્ટનર બંધ આંખે પણ તમારા પર વિશ્વાસ કરે છે.

નિર્ણયો લાદશો નહીં

વિશ્વાસ એ પ્રેમનો પાયો છે. જો કોઈ સંબંધમાં વિશ્વાસ ન હોય તો તે લાંબા સમય સુધી ટકી શકતો નથી જે લોકો પોતાના જીવનસાથીને પોતાની ઈચ્છા મુજબ જીવવાની સ્વતંત્રતા આપે છે, તેમનો સંબંધ હંમેશા સફળ રહે છે. ધ્યાન રાખો કે જે વ્યક્તિ પોતાના નિર્ણયો પોતાના પાર્ટનર પર થોપતી નથી તે પ્રેમ સંબંધમાં હંમેશા ખુશ રહે છે. ચાણક્ય કહે છે કે ઘર અને કામની જવાબદારીઓને સમાન રીતે વહેંચતા યુવક અને યુવતી વચ્ચે વિવાદ થવાની શક્યતા નહિવત બની જાય છે. એકબીજાને મદદ કરનાર કપલ હંમેશા ખુશ રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પીઝાના શોખીનો સાવધાન, ડોમિનોઝ પીઝાના બોક્સ પાસે જીવાતનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ