દિવાળી પર્વનો છેલ્લો દિવસ એટલે લાભ પાંચમ જેને લાખેણી પાંચમ અને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. વેપાર શરૂ કરવા માટે આ દિવસ ખૂબ શુભ દિવસ ગણાય છે.
આ ઉપરાંત જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન ન કર્યું હોય તેઓ લાભ પાંચમના દિવસે પૂજન કરી દુકાન અને વેપારનો આરંભ આ દિવસે કરી શકે છે.આ દિવસે નવા ચોપડામાં પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે.
આ દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ , ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.
લાભપાંચમના શુભ મુહૂર્ત
9 નવેમ્બર સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) – 09:32 થી 01:47
બપોરે મુહૂર્ત (શુભ) – 03:12 થી 04:37
સાંજે મુહૂર્ત (લાભ) – 07:37 થી 09:12
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) – 10:47 થી 03:33, નવેમ્બર 10
લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે.
ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે. આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.