Not Set/ તાબિલાનનાં ચીન સાથે કેવા રહેશે સંબંધ, જાણો અમેરિકન રાષ્ટ્રપતિએ શું કહ્યુ?

અફઘાનિસ્તાનને નાણાકીય સહાય ક્યાંથી મળશે, શું ચીન તાલિબાનને નાણાં આપશે? અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેનને આ અંગે સવાલો કરવામાં આવ્યા હતા.

Top Stories World
1 156 તાબિલાનનાં ચીન સાથે કેવા રહેશે સંબંધ, જાણો અમેરિકન રાષ્ટ્રપતિએ શું કહ્યુ?

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકાર રચાઈ છે. મુલ્લા મોહમ્મદ હસન અખુંદઝાદા હવે અફઘાનિસ્તાનની કમાન સંભાળશે. અફઘાનિસ્તાનને નાણાકીય સહાય ક્યાંથી મળશે, શું ચીન તાલિબાનને નાણાં આપશે? અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેનને આ અંગે સવાલો કરવામાં આવ્યા હતા. આ સવાલ પર જો બિડેને કહ્યું કે, ચીનને તાલિબાન સાથે વાસ્તવિક સમસ્યા છે. તેથી, પાકિસ્તાન, રશિયા અને ઈરાનની જેમ ચીન પણ શાંતિ જાળવવા માટે એકબીજા સાથે કેટલાક કરાર કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો – New Record / આ સાઇકલિસ્ટે 8 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારીનું અંતર કાપી Guinness Book માં નોંધાવ્યું નામ

મંગળવારે મીડિયા સાથેની વાતચીતમાં જો બિડેન અફઘાનિસ્તાન સાથેનાં ભવિષ્યનાં સંબંધો અંગે જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ચીન તાલિબાન સાથે શાંતિ જાળવવા માટે કરાર પણ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં તમામ દેશો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમણે હવે શું કરવું જોઈએ. આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનનાં કબજાનાં થોડા અઠવાડિયા પહેલા, ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીએ અફઘાન તાલિબાન રાજકીય આયોગ મુલ્લા અબ્દુલ ગની બરાદરને મળીને બંને દેશો વચ્ચે “મૈત્રીપૂર્ણ સંબંધો” વિકસાવ્યા હતા. થોડા દિવસ પહેલા ચીન પાસેથી આર્થિક મદદ મેળવવાની તાલિબાનની ઈચ્છાનો ખુલાસો પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કર્યો છે. એક ઇટાલિયન અખબાર લા રિપબ્લીકાને આપેલા ઇન્ટરવ્યુમાં ઝબીહુલ્લાહે કહ્યું છે કે તાલિબાન મુખ્યત્વે ચીનની આર્થિક સહાય પર નિર્ભર છે.

આ પણ વાંચો – Covid-19 / તો શું કેરળ બન્યુ છે નવુ વુહાન? દેશનાં લગભગ 70 ટકા કેસ આ રાજ્યમાંથી નોંધાયા

ચીન સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને તાલિબાન શાસન માટે મૂળભૂત અને અસાધારણ તકનું પ્રતિનિધિત્વ કરે છે. ચીન આપણા દેશમાં રોકાણ કરવા અને પુનઃનિર્માણ માટે તૈયાર છે. ચીન ન્યૂ સિલ્ક રોડ સાથે વેપાર માર્ગો ખોલીને પોતાનો વૈશ્વિક પ્રભાવ વધારવા માંગે છે. તાલિબાને હંમેશા તેને પ્રાથમિકતા આપી છે. જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનમાં લગભગ 200 લાખ કરોડ રૂપિયાની ખનિજ સંપત્તિ છે. ચીન પર આની નજર છે અને એટલે જ તે તાલિબાનને મદદ કરી રહ્યું છે. આ સાથે, ચીન તેના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર આતંકવાદી જૂથને રોકવામાં તાલિબાનની મદદ પણ માંગે છે.