disappearing/ WhatsApp લઇને આવ્યુ છે એક ખાસ ફીચર, હવે કોઇપણ મેસેજ…

વોટ્સએપ છેલ્લા ઘણા મહિનાઓથી Disappearing ફીચર પર કામ કરી રહ્યું છે, પરંતુ હવે ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. વોટ્સએપ Disappearing ફીચર જલ્દીથી રિલીઝ થવા જઇ રહ્યુ છે. કંપનીએ આ ફીચર સંબંધિત FAQ પૃષ્ઠને અપડેટ કર્યું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં વોટ્સએપનું આ ફીચર પ્રથમવાર જોવા મળ્યું હતું. તે સમય દરમિયાન આવેલા અહેવાલમાં, આ સુવિધાનું નામ ‘એક્સપાયરિંગ મીડિયા’ […]

Tech & Auto
sss 24 WhatsApp લઇને આવ્યુ છે એક ખાસ ફીચર, હવે કોઇપણ મેસેજ...

વોટ્સએપ છેલ્લા ઘણા મહિનાઓથી Disappearing ફીચર પર કામ કરી રહ્યું છે, પરંતુ હવે ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. વોટ્સએપ Disappearing ફીચર જલ્દીથી રિલીઝ થવા જઇ રહ્યુ છે. કંપનીએ આ ફીચર સંબંધિત FAQ પૃષ્ઠને અપડેટ કર્યું છે.

WhatsApp New feature: User can now use Disappearing messages feature

ગત વર્ષે ઓક્ટોબરમાં વોટ્સએપનું આ ફીચર પ્રથમવાર જોવા મળ્યું હતું. તે સમય દરમિયાન આવેલા અહેવાલમાં, આ સુવિધાનું નામ ‘એક્સપાયરિંગ મીડિયા’ રાખવામાં આવ્યું હતુ. નવા અપડેટ પછી તમારી પાસે એક વિકલ્પ હશે કે તમે કોઈ મેસેજને ક્યારે ડિલીટ કરી નાખવા માંગો છો. મેસેજ મોકલતા પહેલા તમારે આ સેટિંગ કરવું આવશ્યક છે. વોટ્સએપનું આ ફીચર ખાનગી અને ગ્રુપ ચેટ બંનેમાં કામ કરશે. આ ફીચર સેટ કર્યા પછી, કોઈપણ મેસેજ સાત દિવસ પછી આપમેળે ડિલીટ થઇ જશે, જો કે તે નોંધવું યોગ્ય છે કે આ ફીચર ફોરવર્ડ મેસેજ પર કાર્ય કરશે નહીં. આ સિવાય, જો તમે કોપી/પેસ્ટ દ્વારા આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો, તો તે થશે નહીં.

Soon, You'll Be Able To Send 'Disappearing Messages' On WhatsApp - Atorda

આ ફીચરનાં સમાચાર સાંભળીને, મોટાભાગનાં લોકોનાં મનમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે, જો આપણે કોઈને મેસેજ મોકલીએ અને તેનો વ્હોટ્સએપ સાત દિવસ બંધ રહ્યો, તો આવી સ્થિતિમાં શું થશે? વોટ્સએપે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. વોટ્સએપ અનુસાર, જો તમે કોઈને આ સેટિંગ સાથેનો મેસેજ મોકલ્યો છે અને તે વ્યક્તિ સાત દિવસ પછી WhatsApp ચાલુ કરે છે, તો તમારો મેસેજ નોટિફિકેશન પેનલમાં દેખાશે, પરંતુ ચેટમાં આવતા જ અદૃશ્ય થઈ જશે.

દિલ્હી વિરુદ્ધ હાર્યા બાદ પણ બેંગલુરુની ટીમ પ્લેઓફમાં પહોંચી

રાજધાની વિયેનામાં આતંકી હુમલો, યહૂદી ધર્મસ્થળ નજીક ફાયરિુંગ, 7 લોકોનાં મોત