Tips and Tech/ WhatsApp પર હવે નકામા કોલ નહીં આવે, બસ આ ફીચર ઓન કરો

આજકાલ વ્હોટ્સએપ પર નકામા કોલ્સ ખૂબ આવી રહ્યા છે અને લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આવી સ્થિતિમાં, કંપનીએ એક એવું ફીચર રજૂ કર્યું છે જે આ કોલ્સને સાઈલન્ટ કરી શકે છે.

Tech & Auto
whatsapp update WhatsApp પર હવે નકામા કોલ નહીં આવે, બસ આ ફીચર ઓન કરો

વોટ્સએપ યુઝર્સ માટે એક અદભૂત ફીચર આવ્યું છે. જો તમને એપ પર અનિચ્છનીય કોલ આવી રહ્યા છે અને તમે તેને રિજેક્ટ કરવા માગો છો, તો અમે અહીં તમને આસાન રસ્તો જણાવી રહ્યાં છીએ. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ હવે યુઝર્સને અજાણ્યા કોલર્સના સ્પામ કોલ્સ બ્લોક કરવાની સુવિધા આપે છે. આ કોલ્સ તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરાયેલા નંબરોમાંથી પણ હોઈ શકે છે. આ ફીચર સ્ટેબલ વર્ઝનમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

આ ફીચરની જાહેરાત ગયા અઠવાડિયે કરવામાં આવી હતી. યુઝર્સ એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બંને પર તેનો ઉપયોગ કરી શકશે. જો તમે તમારા વોટ્સએપ કોલ્સ પર સાયલન્ટ મોડ પર અજાણ્યા નંબરોથી આવતા કોલને રાખવા માંગતા હો, તો અહીં આપેલા સ્ટેપ્સને અનુસરો.

વોટ્સએપ પર અજાણ્યા કોલને કેવી રીતે સાયલન્સ કરવા:
1. તમારા સ્માર્ટફોન પર WhatsApp ખોલો.
2. સેટિંગ્સ પર જાઓ અને પછી પ્રાઈવસી પર ટેપ કરો.
3. પ્રાઈવસીમાં કોલ ટેબ આપવામાં આવશે, તેના પર ટેપ કરો.
4. અહીં તમને Silence Unknown Call નો વિકલ્પ મળશે, તેને ચાલુ કરો.

જો એન્ડ્રોઇડ યુઝર્સ ત્રણ ડોટ પર ટેપ કરશે તો તેઓ સેટિંગ્સમાં જશે. તે જ સમયે, આઇફોન વપરાશકર્તાઓ માટે, ગિયર વિકલ્પને ટેપ કરવું પડશે. આ સિવાય જો યૂઝર્સ સ્પામ કોલ સહિત તમામ નંબરના કોલ સતત રાખવા માગે છે તો તમારે સાઈલન્સ અનનોન કોલનો વિકલ્પ બંધ કરવો પડશે. જો યુઝર્સ કોઈ મહત્વપૂર્ણ કોલ મિસ કરવા માંગતા ન હોય તો તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં નંબર સેવ કરી શકે છે.

 

આ પણ વાંચો:કન્ટેન્ટ ક્રીયેટરોને જબરજસ્ત કમાણી કરાવશે મસ્કની આ જાહેરાત

આ પણ વાંચો: રાત્રે AC ચલાવવા માટે વધુ બિલ ચૂકવવું પડશે, સરકારે નવા ટેરિફ પ્લાનને મંજૂરી આપી

આ પણ વાંચો: World Cup 2023 નું શેડ્યૂલ જાહેર, જાણો ટીમ ઈન્ડિયા ક્યારે રમશે તેની પહેલી મેચ