Tech News/ ફેસબુક તમારા વોટ્સએપના પ્રાઈવેટ મેસેજ વાંચે છે અને શેર કરે છે, જાણો શું કહે છે આ રિપોર્ટ?

અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, યુઝર્સની ખાનગી જાણકારીને વાંચવા માટે ફેસબુક દુનિયાભરમાં ફેલાયેલા પોતાના હજારો કર્મચારીઓને ચૂકવણી કરતુ હતું.

Tech & Auto
whatsapp ફેસબુક તમારા વોટ્સએપના પ્રાઈવેટ મેસેજ વાંચે છે અને શેર કરે છે, જાણો શું કહે છે આ રિપોર્ટ?

ફેસબુકની ઇન્ક્રીપ્ટેડ મેસેજિંગ સેવા તેટલી ખાનગી નથી કે જેટલો તે દાવો કરે છે. પોતાના પ્રાઈવસી ફિચર્સ અંગે દઢ મજબૂતાઈ રાખનારી આ લોકપ્રિય ચેટિંગ એપને લઈને આ અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, યુઝર્સની ખાનગી જાણકારીને વાંચવા માટે ફેસબુક દુનિયાભરમાં ફેલાયેલા પોતાના હજારો કર્મચારીઓને ચૂકવણી કરતુ હતું. ખાસ વાત એ છે કે, વોટ્સએપ હમેશા ઇન્ક્રીપ્ટેડ મેસેજની સુવિધા અંગના વખાણ કરતુ હોય છે. એટલું જ નહિ કહેવામાં આવી રહ્યું છે કે, કંપની કથિતરૂપે કાનૂની એજન્સીઓ સાથે ડેટા પણ શેર કરે છે.

મંગળવારે ProPublica તરફથી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફેસબુકના હજારો કર્મચારીઓ તેમના મેસેજને વાંચી રહ્યા છે, જે ખાનગી અથવા ઇન્ક્રીપ્ટેડ હોવા જોઈએ. ફેસબુકના પ્રમુખ માર્ક જુકરબર્ગ દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે, તેમની કંપની વોટ્સએપ મેસેજને વાંચતી નથી. વર્ષ 2018 માં અમેરિકી સેનેટ સામે તેમણે નિવેદન આપ્યું હતું કે, અમે એકપણ વોટ્સએપના કન્ટેન્ટને વાંચતા નથી.

જયારે કોઈ યુઝર વોટ્સઅપ એકાઉન્ટ બનાવે છે ત્યારે તેની પાસે ખાનગી માહિતી અંગે પણ પૂછવામાં આવે છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાં આપવામાં આવતું આશ્વાસન છે જેને વાસ્તવિકતા સાથે કોઈ જ સંબંધ નથી. વોટ્સએપ પાસે એક હજારથી પણ વધારે કોન્ટ્રકટ વર્ક છે. જે ઓસ્ટિન, ટેક્સાસ, ડબલિન અને સિંગાપોરની ઓફિસ બિલ્ડીંગમાં યુઝરના કન્ટેન્ટ અંગે તપાસ કરે છે. ફેસબુકે પણ પોતાની વાત સ્વીકારી છે કે,આ કર્મચારીઓ ઘણા દિવસ સુધી જે કન્ટેન્ટ સામે વિરોધ કરવામાં આવ્યો હતો, રિપોર્ટ કરવામાં આવ્યું હોય તે પર કન્ટેન્ટની તપાસ કરતા રહેતા હોય છે. કંપનીનું માનવું છે કે, ઘણીવાર છેતરપિંડી અને ચાઈલ્ડ પોર્નથી ઈને દરેક સંભવિત આતંકી ષડયંત્ર પણ સામેલ હોય છે.

રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે, જયારે યુઝર્સ રિપોર્ટનું બટન દબાવે છે ત્યારે મોડરેટર્સની ખાનગી ખાનગી માહિતી તેમના સુધી પહોચી જાય છે. ProPublica સાથે વાતચીત દરમિયાન નામ ન કહેવાની શરતે વોટ્સએપના એન્જીનીયર્સ અને મોડરેટર્સે જણાવ્યું હતું કે, તેમની પાસે રિપોર્ટ કરવામાં આવેલી માહિતીની સાથે તે પહેલાના પાંચ મેસેજ પહોચી જાય છે. જેમાં ફોટો, વિડીયો પણ ઘણીવાર સામેલ હોય છે. આ ઉપરાંત કર્મચારી યુઝરના વોટ્સએપ ગ્રુપ, પ્રોફાઈલ પિક્ચર, ફોન નંબર, સ્ટેટ્સ મેસેજ, ફોનની બેટરીનું સ્તર, ભાષા અને સંબધિત ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ દેખાઈ શકે છે.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, દરેક કર્મચારી રોજની 600 થી વધારે અરજીઓ સ્વીકારે છે અને તેનું સમાધાન કરતા હોય છે.  તેમને દરેક અરજીના સમાધાન માટે એક મિનીટથી ઓછો સમય મળતો હોય છે.સમીકક્ષ ઓછા સમયમાં કશું જ કરી શકતા નથી, આગળની તપાસ માટે તેઓ યુઝર પર “નજર” રાખી શકે છે અથવા તેના ખાતાને બ્લોક કરી શકે છે. પ્રોપબ્લીકાનું કહેવું છે કે, વોટ્સએપ કાનૂની એજન્સીઓ સાથે મેટાડેટા અથવા ઇન્ક્રીપ્ટેડ રેકોર્ડ શેર કરે છે, જે યુઝર્સની ઓનલાઈન ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.