Not Set/ સરકારે વાહન નોંધણી માટે નવી ભારત શ્રેણી BH માર્ક રજૂ, જાણો તેના ફાયદા શું છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ શુક્રવારે ભારત શ્રેણીના વાહનોનું જાહેરનામું બહાર પાડ્યું છે. બીએચ શ્રેણીના નવા વાહનોને પણ રજિસ્ટ્રેશન ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં અને તે સમગ્ર દેશમાં માન્ય રહેશે.

India Tech & Auto
jio 1 2 સરકારે વાહન નોંધણી માટે નવી ભારત શ્રેણી BH માર્ક રજૂ, જાણો તેના ફાયદા શું છે

જો તમે કોઈ નોકરી કરો છો જેમાં તમને દેશના વિવિધ ભાગોમાં ટ્રાન્સફર મળી રહી છે. અથવા તમે કોઈ એવું કામ કરો જેમાં તમારે દેશભરમાં વારંવાર પ્રવાસ કરવો પડે છે. અને તમારે હમેશા જે તે રાજ્યમાં  વાહનના રજિસ્ટ્રેશનને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાંથી પસાર થવાની મુશ્કેલી પડી રહી છે. તો આ સમાચાર તમારા મારે જ છે. હવે તમારે વારંવાર RTO કચેરીના ધક્કા નહિ ખાવા પડે. કેન્દ્રએ તમામ વાહનોમાં ભારત શ્રેણી અથવા ‘BH’ નામનું નવું વાહન નોંધણી માર્ક (વાહન નોંધણી માર્ક) રજૂ કર્યું છે.

આનો સૌથી મોટો ફાયદો ટ્રાન્સફરેબલ નોકરીઓ ધરાવતા લોકોને થશે, જેઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા-આવતાં રહે છે. આ લોકોને જ્યારે પણ તેઓ નવા રાજ્યમાં જશે ત્યારે તેમના વાહનોનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાથી બચાવશે અને તેમનું સ્થાન બદલવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

 

અત્યાર સુધીના નિયમો શું હતા?

મોટર વ્હીકલ એક્ટ, 1988 ની કલમ 47 હેઠળ, નોંધણીને મૂળ રાજ્યમાંથી બીજામાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયામાં, વાહન માલિકે તેના વાહનને મૂળ રાજ્ય સિવાયના અન્ય રાજ્યમાં રાખવું જરૂરી છે  તો તે એક વર્ષ કરતા વધુ સમય  માટે ત્યાં મંજુરી વિના નહિ રાખી શકે. માલિકે નિયત સમયમર્યાદામાં નવા રાજ્ય માં  નવી નોંધણી કરાવવી ફરજીયાત છે.

 

BH નોંધણીનું ફોર્મેટ YY BH 4144 XX YY રાખવામાં આવ્યું છે. જેમાં BH પહેલા રજીસ્ટ્રેશનનું વર્ષ સૂચવે છે, પછી ભારત શ્રેણી કોડ 4- 0000 થી 9999 (રેન્ડમ) XX અક્ષરો (AA થી ZZ).

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે BH શ્રેણી હેઠળ મોટર વાહન કર બે વર્ષ અથવા 4, 6, 8 વર્ષ માટે વસૂલવામાં આવશે. આ યોજના ખાનગી વાહનોને નવા રાજ્યમાં શિફ્ટ કરવામાં આવે ત્યારે તેમની મફત અવરજવરને સરળ બનાવશે. મોટર વ્હીકલ ટેક્સ 14 મી વર્ષ પછી વાર્ષિક ધોરણે લાદવામાં આવશે જે તે વાહન માટે અગાઉ જમા કરાયેલી રકમનો અડધો હશે.

વોટ્સએપનું આ નવું વર્ઝન ખૂબ જ ખતરનાક છે, લોકોના બેંક ખાતા ખાલી થઈ રહ્યા છે

Technology / ગૂગલે સલામતી કેન્દ્ર શરૂ કર્યું, ઇન્ટરનેટ છેતરપિંડી અને ફેક ન્યૂઝને રાખશે અંકુશમાં