IND vs ENG/ લીડ્સ ટેસ્ટ મેચમાં હાર બાદ રવિન્દ્ર જાડેજા થયો Hospitalised, જાણો શું છે કારણ

લીડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ પૂરી રીતે ભારતીય ખેલાડીઓ પર હાવી દેખાઇ હતી. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને એક ઇનિંગ અને 76 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.

Sports
1 302 લીડ્સ ટેસ્ટ મેચમાં હાર બાદ રવિન્દ્ર જાડેજા થયો Hospitalised, જાણો શું છે કારણ

લીડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ પૂરી રીતે ભારતીય ખેલાડીઓ પર હાવી દેખાઇ હતી. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને એક ઇનિંગ અને 76 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. લીડ્ઝનાં હેડિંગ્લેમાં રમાયેલી આ મેચમાં ભારત માટે કંઈ સારું થયું હોય તેવું લાગતું નથી. વળી, મેચ પછી, કેટલાક એવા સમાચાર બહાર આવ્યા જેણે દરેક ભારતીય ચાહકોને ચિંતિત કર્યા. જણાવી દઇએ કે, રવિન્દ્ર જાડેજાને મેચ બાદ તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Tokyo Paralympics /  ભાવિનાનાં સિલ્વર મેડલ જીત બાદ મહેસાણામાં તેનો પરિવાર ખુશીમાં કરવા લાગ્યું ગરબા, Video

ભારતનાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થતાં શનિવારે સ્કેન માટે લીડ્સની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. લીડ્સ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે જાડેજાને આ ઈજા થઈ હતી. મેચનાં બીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો. લીડ્ઝનાં હેડિંગ્લેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ચોથા દિવસે ભારતને એક ઇનિંગ અને 76 થી હરાવ્યું હતું. આ સાથે ઈંગ્લેન્ડે પાંચ ટેસ્ટની સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. રવિન્દ્ર જાડેજાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી જેમાં તે હોસ્પિટલમાં હાજર દેખાઇ રહ્યો છે. જાડેજાએ હોસ્પિટલમાં દર્દીઓને આપેલા કપડાં પણ પહેર્યા છે. તેણે તસવીરમાં લખ્યું કે, આ સારી જગ્યા નથી. ભારતીય મેનેજમેન્ટ તેની ઈજાને લઈને બહુ ગંભીર નથી કારણ કે આ ઈજા એટલી ગંભીર નથી. ભારતીય ટીમ 30 ઓગસ્ટનાં રોજ લંડન જવા રવાના થઈ રહી છે અને જો સ્કેન કંઈ મોટું જાહેર નહીં થાય તો જાડેજા ટીમ સાથે આગળ જશે.

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ કેપ્ટન કોહલી અને ટીમ ઈન્ડિયાનો શરમજનક રેકોર્ડ

ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરથી ઓવલ ખાતે શરૂ થશે. ત્યારે હવે સૌ કોઇની નજર જાડેજા પર રહેશે કે તે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે કે કેમ? વળી આ મેચમાં કહેવાઇ રહ્યુ છે કે, જો જાડેજાની ઈજા ઠીક ન થઇ તો તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને ટીમમાં લેવાની પૂરી સંભાવના છે. જો કે તે પાછળનું કારણ પીચ ધીમી બોલરો માટે મદદરૂપ હોવાનુ માનવામાં આવે છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા કાઉન્ટી મેચ રમી હતી, જેમાં તેણે એક ઇનિંગમાં છ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અત્યાર સુધી રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. જો કે હવે જાડેજાની ઈજા બાદ તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળે તેની પૂરી સંભાવનાઓ છે.