IPL/ IPL 2022 નું મેગા ઓક્શન ક્યારે થશે? જાણો શું મળ્યો જવાબ

IPL 2022ની મેગા ઓક્શન ક્યારે થશે, આ સવાલ તમામ ક્રિકેટ પ્રેમીઓનાં મનમાં છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 2 જાન્યુઆરીથી મેગા ઓક્શન થઈ શકે છે.

Sports
IPL Auction 2022

T20 વર્લ્ડકપનો ઉત્સાહ લોકોનાં મનમાંથી નીકળી ગયો છે. હવે બધાની નજર IPL 2022 મેગા ઓક્શન પર છે. આગામી વર્ષે IPLમાં બે નવી ટીમો રમતા જોવા મળશે. આ કારણે, ઘણા ખેલાડીઓ અન્ય ટીમોમાંથી પણ રમતા જોઈ શકાશે. IPL 2022ની મેગા ઓક્શન ક્યારે થશે, આ સવાલ તમામ ક્રિકેટ પ્રેમીઓનાં મનમાં છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 2 જાન્યુઆરીથી મેગા ઓક્શન થઈ શકે છે.

IPL Mega Auction 2022

આ પણ વાંચો – Cricket / કસ્ટમ વિભાગ દ્વારા ઘડિયાળ જપ્ત કરવા મામલે હાર્દિક પંડ્યાએ કહ્યુ- મે પોતે તેમને આપી હતી

આપને જણાવી દઈએ કે, આ વખતે IPLમાં મેગા ઓક્શન છે. IPL ની વર્તમાન આઠ ટીમો વધુમાં વધુ ચાર ખેલાડીઓને જ જાળવી શકે છે. અન્ય ખેલાડીઓની મેગા હરાજી માટે જવું પડશે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે IPLમાં બે નવી ટીમ લખનઉ અને અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બન્ને ટીમો હરાજી વિના અન્ય ટીમોમાંથી મુક્ત કરાયેલા ત્રણ ખેલાડીઓને જાળવી શકે છે. ત્યાર બાદ કાર્યવાહી શરૂ થશે. અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી 30 નવેમ્બર સુધીમાં જૂની આઠ ફ્રેન્ચાઈઝીને સોંપવી પડશે. આ પછી, રિલીઝ કરાયેલા ખેલાડીઓમાંથી, બે નવી ટીમો ત્રણ-ત્રણ ખેલાડીઓને જાળવી શકશે. બન્ને નવી ટીમોને 25 ડિસેમ્બર સુધી તક મળશે. આ પછી મેગા હરાજી થશે. અત્યાર સુધી મેગા ઓકશન ક્યારે થશે તે અંગે સવાલો ઉઠી રહ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેગા ઓક્શન 2 અથવા 3 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે.

IPL 2022

આ પણ વાંચો – Cricket / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયા તૈયાર, જાણો Schedule અને Head to Head વિશે

ટ્વિટર પર પાકુસ શ્રીવાસ્તવ નામનાં યુઝરે દાવો કર્યો છે કે, 2 અથવા 3 જાન્યુઆરીથી IPL મેગા ઓક્શન થવાની સંભાવના છે. આ પછી ઘણા ક્રિકેટ પ્રેમીઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ તારીખની અટકળોને કારણે ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ વધી ગયો છે. તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર તેના પર છે કે શું ટીમો પોતાના મનપસંદ ખેલાડીને જાળવી રાખે છે કે નહીં. જો તેનો મનપસંદ ખેલાડી હરાજીમાં જાય છે તો તેની કેટલી બોલી લાગે છે. જો કે, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ આવી નથી. દરેક હવે BCCI તરફથી મેગા ઓક્શનની સત્તાવાર તારીખની રાહ જોઈ રહ્યા છે.