ગુમસુદા જોષી પરિવાર/ ૧૭ દિવસથી લાપતા વડોદરાનો જોષી પરિવાર ક્યાં હશે !

રાહુલ જોષીના ભાઈએ પોલીસની હાજરીમાં મકાન ખોલાવીને તપાસ કરતાં ઘરના સભ્યોના મોબાઈલ અને એક ચિઠ્ઠી મળી આવી હતી.  જેમાં આર્થિક મદદ આપનાર ચાર ઈસમો માનસિક ત્રાસ આપતા હોવાના નામ સાથેનો ઉલ્લેખ હતો.

Top Stories Gujarat Vadodara
v2 1 ૧૭ દિવસથી લાપતા વડોદરાનો જોષી પરિવાર ક્યાં હશે !

વડોદરામાં 17 દિવસથી ગુમ જોષી પરિવારનો હજુ કોઈ હતો પત્તો મળ્યો નથી. આર્થિક ભારણ અને દેવું થઈ જવાના કારણે વ્યાજખોરોના ત્રાસથી જોષી પરિવારના સભ્યો વડોદરાના ગાના હાઈટ્સનું પોતાનું મકાન બંધ કરી અને છેલ્લા 17 દિવસથી ચાલ્યા ગયા છે ત્યારે હજુ પણ તેઓની કોઈ ભાળ મળી નથી.

વડોદરા શહેરના કપૂરાઇ ચોકડી પાસે રહેતા રાહુલભાઈ જોષી મૂળ શિક્ષક હતા. અને પોતાની આર્થિક પરિસ્થિતિમાંથી બહાર  આવવા માટે કેટલાક લોકો પાસે આર્થિક મદદ લીધી હતી, અને તેના જ કારણે કેટલાક લોકો રાહુલ જોષીને માનસિક હેરાન કરી રહ્યા હતા. આ પ્રકારે એક પ્રકારની ઉઘરાણી કરી અને માનસિક ત્રાસ આપતા લોકોના કારણે રાહુલ જોષી તેમના પરિવાર સાથે લઇને ગત 20 સપ્ટેમ્બર થી ઘર છોડીને ચાલ્યા ગયા હતા.

પોતાનું મકાન બંધ કરીને ચાલ્યા ગયેલા રાહુલ જોષીનો ભાઈ છેલ્લા કેટલાક દિવસોથી તેમનો સંપર્ક કરતા હતા. પરંતુ સાત દિવસ સતત સંપર્ક કર્યા બાદ પણ રાહુલ જોષીનો સંપર્ક ન થતા તેઓએ વડોદરા આવીને તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે મકાન બંધ છે.  ત્યારે રાહુલ જોષીના ભાઈએ પોલીસની હાજરીમાં મકાન ખોલાવીને તપાસ કરતાં ઘરના સભ્યોના મોબાઈલ અને એક ચિઠ્ઠી મળી આવી હતી.  જેમાં આર્થિક મદદ આપનાર ચાર ઈસમો માનસિક ત્રાસ આપતા હોવાના નામ સાથેનો ઉલ્લેખ હતો. ત્યારે હવે આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ જોષી પરિવારની શોધખોળ કરી રહ્યું છે. જોકે 17 દિવસ થયા હોવા છતાં પણ હજુ પોલીસને કોઈ ભાળ મળી નથી. ત્યારે પોલીસ હવે આ સમગ્ર મામલે અલગ અલગ પાંચ ટીમો બનાવી ટેકનિકલ સર્વેન્સની મદદથી જોષી પરિવારની શોધખોળ કરી રહ્યું છે.

મહત્વનું છે કે વધતી જતી મોંઘવારી અને આર્થિક ભરણોના કારણે મધ્યમ પરિવારનું જીવન વધુને વધુ કપરું બનતું જઈ રહ્યું છે.  તેવામાં વારંવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે.  ત્યારે હવે જોષી પરિવારની ભાળ નહીં મળવાના કારણે તેમના ભાઈ અને બીજા પરિજનો ચિંતામાં મુકાયા છે