Not Set/ નાનાં બાળકો માટે કેવા પુસ્તકોની ખરીદી કરવી જોઈએ ?

દર વર્ષે આ સમયગાળામાં રાજ્યભરમાં બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલનાં આયોજન કરવામાં આવતા હોય છે. દર વર્ષે એક એકથી ચડે તેવા પુસ્તકો સાથેના વધારે સુંદર આયોજન ઉપરાંત તમામ વયના લોકો માટે પુસ્તકોનો અલભ્ય ખજાનો સુંદર

Lifestyle Relationships
girl teepee reading nook 1 નાનાં બાળકો માટે કેવા પુસ્તકોની ખરીદી કરવી જોઈએ ?

દર વર્ષે આ સમયગાળામાં રાજ્યભરમાં બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલનાં આયોજન કરવામાં આવતા હોય છે.પરંતુ આ વખતે કોરોના સંક્રમણના કારણે આ આયોજનો બંધ રહ્યા છે પરંતુ પુસ્તકોની ખરીદી ઓનલાઇન તેમજ નજીકની શોપ દ્વારા ચોક્કસથી થઈ શકે છે. દર વર્ષે એક એકથી ચડે તેવા પુસ્તકો સાથેના વધારે સુંદર આયોજન ઉપરાંત તમામ વયના લોકો માટે પુસ્તકોનો અલભ્ય ખજાનો સુંદર ડિસ્કાઉન્ટ સાથે  આવા પુસ્તકમેળામાં ઉપલબ્ધ હોય છે. પરિપક્વ વય ધરાવતા હોય તેઓ પોતાની પસંદગીના પુસ્તકો જાતે ખરીદી લેતા હોય છે. જ્યારે બાળકોને પુસ્તકો તરફ આકર્ષિત કરવા પડે છે. ખાસ કરીને નાના બાળકો માટે કેવા પુસ્તકો ખરીદવા જોઈએ ? એવો સવાલ વાલીઓને થતો હોય છે. તો તેનો જવાબ કોઈ એક ન હોઈ શકે. તેના માટે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખવા પડે છે. બાળકની ઉંમર, બાળકની રુચિ, તેની બુદ્ધિ પ્રતિભા, ઉપરાંત તમારે તેને કેવો નાગરિક બનાવવો છે ?, અભ્યાસના પુસ્તકો કે અભ્યાસેતર પુસ્તકો, પ્રેરક કથાઓ કે પ્રેરણાદાયી પુસ્તકો, વાંચીને સંભળાવવાના છે કે બાળક પોતે વાંચવાનું છે ? વગેરે બાબતો પર તેનો આધાર રહેલો છે. વ્યક્તિ વિકાસ કેન્દ્રના પ્રશિક્ષક તેમજ મારા માતૃત્વના અનુભવ પરથી અહીં આ વિષય પર સરળતાથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

Election / રાજકોટ મનપાની ચૂંટણીમાં અનોખો પ્રચાર, કાર્ટૂનની વેશભૂષા, શાયરી અને દિગ્ગજો સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ

matrutv 2 નાનાં બાળકો માટે કેવા પુસ્તકોની ખરીદી કરવી જોઈએ ?

સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે બાળક ઉંમરમાં નાનો છે, તેથી તેનું મગજ પણ નાનું જ હશે. પરંતુ અત્યારે તેના કરતાં વિપરીત પરિસ્થિતિના ઉદાહરણો આપણે ઠેક – ઠેકાણે જોઈએ છીએ. પહેલાના એ જમાનામાં એવું હતું કે બાળકો સમજી બધું જતાં હતા પરંતુ અભિવ્યક્ત કરી શકતા ન હતા પરંતુ અત્યારે તો એવું પણ જોવા મળે છે કે બાળકો અભિવ્યક્તિમાં પાવરધા બની ગયા છે. તેમ છતાં તેના રસ કેળવવાની ચાવી તો માતાપિતા કે શિક્ષકોના હાથમાં રહેલી હોય છે. શિક્ષકો ધારે તો બાળકોને પુસ્તક પ્રેમી બનાવી શકે છે. જ્યારે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. હવે વધારે અઘરી ભાષામાં વાતચીત ન કરતા સામાન્ય ભાષામાં જ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.

Election / અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના 192 ઉમેદવારોની શું છે શૈક્ષણિક લાયકાત, વાંચો આ ખાસ અહેવાલ

kids with books નાનાં બાળકો માટે કેવા પુસ્તકોની ખરીદી કરવી જોઈએ ?

* બાળક જ્યારે બોલતા ન શીખ્યું હોય એટલે કે શિશુ વયમાં હોય ત્યારે રંગબેરંગી ચિત્રો સાથેની વાતો આંગળી મૂકી અને બાળકને બતાવી શકાય. આ માટે સચિત્ર અને માહિતીલક્ષી પુસ્તકો ખરીદવા જોઈએ.

* બાળક જ્યારે બે વર્ષનું થાય અને બોલતા શીખી જાય ત્યારે એક ફકરાની વાર્તા સચિત્ર આવે તે પ્રકારના પુસ્તકો ખરીદવા જોઈએ.

* નાના બાળકોને રંગોનું આકર્ષણ હોય છે ત્યારે નાના બાળકો માટે સારી ડ્રોઈંગ બુક પેઈન્ટિંગ બુક ખરીદી શકાય.

* બાળકનો શારીરિક વિકાસ થાય પછી તેને હાથમાં પેન કે પેન્સિલ કે પેઈન્ટ બ્રશ પકડતા આવડવું જોઈએ.

* આ માટે લખતા શીખવતા પહેલા તેને ક્રેયોન કલર્સ સરળતાથી કરી શકે તેવા સરળ ચિત્રો કે જેમાં માત્ર એક જ આકૃતિ આવતી હોય તેવી ડ્રોઈંગ બુક બાળક માટે લઈ શકાય.

* ત્રણ વર્ષના બાળક માટે જુદી- જુદી રેખાઓ કે આકૃતિઓ ડોટ સાથે જોડીને આકાર ઉપસાવતા હોય તેવી ડ્રોઈંગ બુક ખરીદી કરી શકાય.

* નાના બાળકોને સીધુ અક્ષર-જ્ઞાન આપવાના બદલે તેની રુચિ પરોક્ષ રીતે પુસ્તક તરફ આકર્ષાય તે પ્રકારની એક્ટીવીટી બુક ખરીદી કરી શકાય.

* નાના બાળકને લખવાના બદલે વાંચવા તરફ પ્રથમ વાળવો જોઈએ. જો બાળકને વાંચતા આવડશે તો તેને લખવામાં રુચિ રહેશે.

* વિવિધ પ્રકારના પેપર ક્રાફ્ટ માટેની ઓરીગામીની બુક્સ ખરીદી શકાય કે જેના દ્વારા બાળકની આંગળીઓ દ્વારા કાતર તેમજ પેન્સિલનો ઉપયોગ થાય.

Image result for image of kids with intresting books

* બાળકને વાંચન તરફ વાળવા માટે પ્રથમ માતૃભાષામાં જ વાંચન શીખવવું જોઈએ. એટલે કે અંગ્રેજી આલ્ફાબેટની પહેલા ગુજરાતી કક્કો વાંચતા શીખવવો જોઈએ. માટે આ પ્રકારના મૂળાક્ષરો વાળા રંગીન ચિત્રો વાળા પુસ્તકો ખરીદી કરવા જોઈએ.

* બાળક જેમ-જેમ મોટું થતું જાય છે તેમ- તેમ તેની પસંદ અને નાપસંદનો અંદાજ શિક્ષક કે માતા-પિતાને આવી જતો હોય છે.

* પ્રથમ બાળકને પસંદ પડે તે પ્રકારના પુસ્તકો તેને ભેટમાં આપવા જોઈએ. ત્યારબાદ તેને નાપસંદ પડતા હોય તે વિષયો તરફ તેને પ્રેમ ઉત્પન્ન થાય તે પ્રકારના પુસ્તકો માતા-પિતાએ કે શિક્ષકોએ વસાવવા જોઈએ.

* બાળકને પશુ-પક્ષી પ્રાણી તેમજ કુદરત માટે ખૂબ જ આકર્ષણ હોય છે ત્યારે પંચતંત્રની વાર્તાઓ શ્રેષ્ઠ છે. આવી વાર્તાઓના બોધ બાળકોને ખુબ જ અસર કરતા હોય છે. આ માટે કોઈપણ પ્રકાશનના પુસ્તકો ખરીદી કરી શકાય કે જેની ભાષા સરળ હોય.

Political / હું દેશના અન્નદાતાઓ સાથે છું અને રહીશ, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર

* બાળકને માત્રાઓ, બે અક્ષર, ત્રણ અક્ષર, અને ચાર અક્ષરના શબ્દોના વાંચન કરતા આવડી જાય તે પ્રકારની ‘વાંચનમોતી’ કે ‘ફૂલપાંદડી’ જેવી પુસ્તિકાઓ ખરીદી શકાય.

* બે વર્ષ સુધીના બાળકો માટે તમામ ફળો, ફૂલો, પ્રાણીઓ સહિતના સામાન્ય જ્ઞાન આપતી, પરંતુ બાળકના હાથમાં સમાઈ જાય તેવી એક વ્હેંત કરતાં પણ નાની પુસ્તિકાઓ જાડા પૂંઠા વાળી હોય તેવી લેવી જેથી બાળકથી ફાટે નહીં.

* પાંચ વર્ષ સુધીના બાળકો માટે ક્રમશઃ તેના બૌદ્ધિક વિકાસને અનુલક્ષીને પ્રેરક વાર્તાઓના પુસ્તકો ખરીદી કરવા. આ ઉપરાંત સમયાંતરે અભ્યાસ પ્રમાણેના પુસ્તકો વેકેશનમાં જ ખરીદી તેને લખવા માટે મદદરૂપ થાય તેવા પુસ્તકો ખરીદવા જોઈએ.

* આ ઉપરાંત બાળકના રસને ઓળખીને ગણિત, વિજ્ઞાન તેમજ દેશ-દુનિયાના ઈતિહાસ કે ભૂગોળ અંગેની સરળતાથી સમજણ આપતા હોય તેવા પુસ્તકો ખરીદી

શકાય.

Image result for image of kids with intresting books

* બાળકને આપણા દેશ અને સંસ્કૃતિ પ્રત્યે માન જન્મે તે પ્રકારની વાર્તાઓ કે પુસ્તકો ખરીદી શકાય.

* કોઈ એક જ ઐતિહાસિક કે પૌરાણિક પાત્ર પરની દ્રોણાચાર્ય, વિશ્વામિત્ર, દશરથ ભગતસિંહ, વિક્રમાદિત્ય, હરિશ્ચંદ્ર વગેરેની અમર ચિત્રકથાઓ જેવી પુસ્તિકાઓ ખુબજ ઓછી કિંમત પર ઉપલબ્ધ હોય છે તે ખરીદી શકાય.

* બાળકને ગળથૂથીમાંથી જ આપણા ધર્મનાં દેવી-દેવતાઓ પ્રત્યે આકર્ષણ જન્માવે તેવી તે પ્રકારની રામાયણ, મહાભારત, રામ, કૃષ્ણ ગણેશ, હનુમાન, પ્રહલાદ, ધ્રુવ, શ્રવણ વગેરેની સચિત્ર બાળવાર્તાઓ દર્શાવતી પુસ્તિકાઓ ખરીદી શકાય.

* બાળકનો બૌદ્ધિક વિકાસ સારો હોય ત્યારે તેની પસંદગીના અઘરા પુસ્તકો પણ ખરીદી કરી તેને ભેટમાં આપવા જોઈએ. ભલે માતા-પિતાએ તેને વાંચીને સંભળાવવાની તસ્દી લેવી પડે.

* પુસ્તકમેળામાં તમામ પ્રકારના પુસ્તકો ડિસ્કાઉન્ટમાં મળી રહેતા હોય છે. આ વખતે બાળકને પુસ્તકની ભેટ આપી તેનો પુસ્તક પ્રત્યે પ્રેમ જાગૃત કરી શકાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…