ફરાળી Recipe/ ઉપવાસમાં પણ થયું છે પીઝા ખાવાનું મન? તો આ રીતે બનાવો ફરાળી પીઝા

ઉપવાસમાં પણ ઘણી વખત એવું બને કે વધારે પડતું કામ પહોંચવાના કારણે આપણે ભૂખ લાગતી હોય છે. ત્યારે આવો આજે આપને જણાવીએ ફરાળી પીઝાની રેસીપિ..

Food Lifestyle
pizza 1 ઉપવાસમાં પણ થયું છે પીઝા ખાવાનું મન? તો આ રીતે બનાવો ફરાળી પીઝા

આપણા હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ અને ઉપવાસનું ઘણું મહત્વ હોય છે. ઉપવાસમાં પણ ઘણી વખત એવું બને કે વધારે પડતું કામ પહોંચવાના કારણે આપણે ભૂખ લાગતી હોય છે. ત્યારે આવો આજે આપને જણાવીએ ફરાળી પીઝાની રેસીપિ, જે ખાવાની તમને ખૂબ જ મજા પડી જશે અને સાથે તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે…

ફરાળી પીઝા બનાવવા માટેની સામગ્રી :

રાજગરાનો લોટ
બધા મિક્સ કેપ્સિકમ :  1વાટકી
કાકડી : 2 નાની
ટમેટા
લીલી ચટણી
ટમેટાં સૉસ
ચીઝ
મીઠુ સ્વાદ અનુસાર
ઓઇલ અથવા ઘી પીઝાનો રોટલો શેકવા માટે

ફરાળી પીઝા બનાવવા માટેની રીત :

  • સૌથી પહેલા રાજગરાનો લોટ લઈ તેમાં મીઠું નાખી લોટ બાંધી લો. પછી તેને થોડી વાર ઢાંકીને સાઈડમાં રાખો.
  • ત્યાર બાદ એક ડીશ લઈ તેમાં કાકડી ખમણી લો. પછી તેમાં બધા કલરના કેપ્સિકમ લઈ નાના નાના કાપી લો. પછી તેમાં મીઠું, મરી પાવડર ઉમેરી લો.
  • હવે, રાજગરાના લોટમાંથી ભાખરી જેવા રોટલા બનાવીને તેને પેનમાં ઘી અથવા તેલ સાથે શેકી લો. આ રોટલાને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો.
  • પછી રોટલાને ડીશમાં કાઢીને તેની ઉપર લીલી ચટણી લગાવો. પછી મિક્સ કરેલ કાકડી અને કેપ્સિકમ પાથરો.
  • ત્યાર બાદ તેની ઉપર ચીઝ ખમણીને પેન પર રાખી 5 મિનિટ ધીમા તાપે શેકી લો
  • શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લીલી ચટણી અને ટોમેટા સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.