રેસીપી/ શિયાળામાં ભાવે એવી પાલક અને મસૂરની દાળની ખીચડી ઘરે બનાવો આ રીતે

મસૂરની દાળ અને પાલકની ખીચડી એક એવી આરોગ્યદાયક ખીચડી છે જેમાં સ્વાસ્થ્પ્રદ પાલક અને ઉર્જા આપનાર બટાટા સાથે સામાન્ય મસાલા વડે તેને તૈયાર કરવામાં આવી છે.

Food Lifestyle
YouTube Thumbnail 2023 12 16T180019.568 શિયાળામાં ભાવે એવી પાલક અને મસૂરની દાળની ખીચડી ઘરે બનાવો આ રીતે

ખીચડી એક મજેદાર ભારતીય વાનગી છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને એટલી સંતોષકારક વાનગી છે કે તે કોઇ પણ જમણમાં પીરસી શકાય પછી ભલે તે સવારનું જમણ હોય કે રાત્રીનો. ખીચડીમાં ખૂબ બધી નવીનતા હોઇ શકે અને તમે પણ તમારી રીતે અલગ અલગ દાળ, મસાલા અને શાકભાજીનું સંયોજન બનાવીને તેને વિવિધ રીતે રાંધી શકો છો. મસૂરની દાળ અને પાલકની ખીચડી એક એવી આરોગ્યદાયક ખીચડી છે જેમાં સ્વાસ્થ્પ્રદ પાલક અને ઉર્જા આપનાર બટાટા સાથે સામાન્ય મસાલા વડે તેને તૈયાર કરવામાં આવી છે.

સામગ્રી

1/2 કપ ચોખા (ધોઇને નીતારી લીધેલા)

1/2 કપ મસૂરની દાળ (ધોઇને નીતારી લીધેલી)

1 કપ સમારેલી પાલક

1 ટેબલસ્પૂન તેલ

1 ટીસ્પૂન જીરૂ

1/4 ટીસ્પૂન હીંગ

1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ

1/4 ટીસ્પૂન હળદર

1/2 કપ છોલેલા બટાકાના ટુકડા

મીઠું (સ્વાદાનુસાર)

પીરસવા માટે

તાજું દહીં

બનાવવાની રીત 

એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, લીલા મરચાંની પેસ્ટ અને હળદર મેળવી મધ્યમ તાપ પર 30 સેકન્ડ સુધી સાંતળી લો. પછી તેમાં પાલક અને બટાટા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. પછી તેમાં ચોખા, મસૂરની દાળ, મીઠું અને ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તાજા દહીં સાથે તરત જ પીરસો.

આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ