Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 42800 નોંધાયા, કેરળમાં પરિસ્થિતિ હજીપણ ગંભીર

કોરોનાની રિકવરીના કેસો 42 હજાર અને એકટિવ કેસોની સંખ્યા 4.5 લાખ નોંધાયા છે

Top Stories
corona111111111 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 42800 નોંધાયા, કેરળમાં પરિસ્થિતિ હજીપણ ગંભીર

ભારતમાં કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં છે ,કોરોનાની બીજી લહેરની રફતાર મંદ પડી છે, દેશમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો હોવાથી લોકડાઉનમાં છૂટછાટ આપીને સામાન્ય જનજીવન ફરી ધબકતું કરવાનું આયોજન સરકારનું છે પરતું આ લોકડાઉનમાં શરતી છૂટછાટ અને ગાઇડલાઇનનું કડક અમલી કરણ સાથે લોકોને છૂટ આપવામાં આવી રહી છે. હજીપણ દેશમાં  બીજી લહેર સમાપ્ત થઇ નથી પરતું લોકોએ તકેદારી રાખવી અનિવાર્ય છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 42800 નવા કોરોના કેસો નોંધાયા છે.

દેશમાં કેરોનાના કેસમાં વધઘટ થતી રહે છે પરતું પહેલાની સરખામણીમાં કોરોના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, ભારતમાં કોરોનાની વેક્સિનેશન લગાવવવા લોકો જાગૃત થયાં છે અને સરકાર પણ વેક્સિનેશન પર ભાર મુકી રહી છે. જેના લીધે હાલ દેશમાં કોરનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં છે. દેશમાં થએલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 42800 નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને સાજા થનારાની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે, કોરોનાની રિકવરીના કેસો 42 હજાર કેસો નોંધાયા છે. દેશમાં એકટિવ કેસોની સંખ્યા 4.5 લાખ નોંધાયા છે, દેશમાં સૈાથી ખરાબ હાલત હાલ કેરળ રાજયની છે ,કેરળમાં સ્થિતિ સ્ફોટક છે એહીંયા કેસો વધુ નોંધાઇ રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત કેસો 22400 નોંધાયા છે. કેરળમાં  સંક્રમણ વધી રહ્યા છે તેના માટે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર પણ અગમચેતી પગલાં ભરી રહ્યા છે અને લોકોની ટેસ્ટિગ સાથે વેક્સિનેશન વધારે ફોકસ કરવામાં આવી રહ્યું  છે. ઉલ્લેખનીય છે કે આજે દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે ,કેરળમાં કોરોનાની સ્થિતિ ભયજનક છે.