ICC T20 વર્લ્ડકપ 2021 રવિવારે રાત્રે દુબઈમાં પૂર્ણ થયો. ઓસ્ટ્રેલિયાએ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. ફાઈનલ મેચ દરમિયાન બેટ્સમેનોનાં યોગદાનની સાથે બોલરોનું પણ એટલું જ યોગદાન રહ્યું હતું. ત્યારે આગળ જાણીએ આ વર્લ્ડકપમાં ટોપ 5 માં કયા બેટ્સમેન અને બોલરોનું નામ આવે છે.
આ પણ વાંચો – T20 World Cup / વોર્નરને મળ્યો ‘Player of the Tournament’નો એવોર્ડ, તો રોવા લાગ્યો પાકિસ્તાની ફાસ્ટ બોલર
T20 વર્લ્ડકપ 2021માં સૌથી વધુ રન બનાવનાર ટોચનાં 5 બેટ્સમેન
1. બાબર આઝમ (પાકિસ્તાન) – 6 મેચમાં 303 રન
2. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – 7 મેચમાં 289 રન
3. મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) – 6 મેચમાં 281 રન
4. જોસ બટલર (ઈંગ્લેન્ડ) – 6 મેચમાં 269 રન
5. ચરિથ અસલંકા (શ્રીલંકા) – 6 મેચમાં 231 રન

ભારતની વાત કરીએ તો આ T20 વર્લ્ડકપમાં કેએલ રાહુલે ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. રાહુલે 5 મેચમાં 194 રન બનાવ્યા જેમાં 3 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 69 રનની ઇનિંગનો હતો.
હવે જાણીએ T20 વર્લ્ડકપ 2021માં કોણ છે ટોપ-5 બોલર
1. વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) – 8 મેચમાં 16 વિકેટ (ઇકોનોમી રેટ: 5.20)
2. એડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા) – 7 મેચમાં 13 વિકેટ (ઇકોનોમી રેટ: 5.81)
3. ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ) – 7 મેચમાં 13 વિકેટ (ઇકોનોમી રેટ: 6.25)
4. શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – 6 મેચમાં 11 વિકેટ (ઇકોનોમી રેટ: 5.59)
5. જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા) – 7 મેચમાં 11 વિકેટ (ઇકોનોમી રેટ: 7.29)

વળી, જો ભારત તરફથી આ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલિંગની વાત કરીએ તો, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનું નામ ટોચ પર હતું. બન્ને ખેલાડીઓએ 5-5 મેચમાં 7-7 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો – T20 World Cup / આવી રીતે કોણ મનાવે જશ્ન? ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓએ જીત બાદ જુતામાં નાખી પીધો દારૂ, Video
દુબઈનાં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ICC મેન્સ T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. 173 રનનો ટાર્ગેટ કાંગારૂઓએ 18.5 ઓવરમાં બે વિકેટનાં નુકસાને મેળવી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ અણનમ 77 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે 53 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે બન્ને વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કેન વિલિયમસને કેપ્ટનશીપની ઇનિંગ રમી અને સૌથી વધુ 85 રન બનાવ્યા. તેના સિવાય માર્ટિન ગુપ્ટિલે 28 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર જોશ હેઝલવુડે T20 વર્લ્ડકપ ફાઇનલમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી, જે T20 વર્લ્ડકપ ફાઈનલનાં ઇતિહાસમાં સંયુક્ત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાબિત થયું હતું. આ પહેલા આ રેકોર્ડ માત્ર ભારતનાં પૂર્વ ઝડપી બોલર ઈરફાન પઠાણનાં નામે હતો, જેણે પાકિસ્તાન સામે 2007 T20 વર્લ્ડકપ ફાઈનલમાં આ જ આંકડા હાંસલ કર્યા હતા.
