Russia-Ukraine war/ શેન વોર્ને રશિયા-યુક્રેન યુદ્વમાં કોનું સમર્થન કર્યું હતું,ટ્વિટ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો

વોર્ન હંમેશા દુનિયામાં ચાલી રહેલા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. હાલમાં જ તેમણે ટ્વિટ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પણ વાત કરી હતી.

Top Stories World
1 9 શેન વોર્ને રશિયા-યુક્રેન યુદ્વમાં કોનું સમર્થન કર્યું હતું,ટ્વિટ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્ને 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. શેન વોર્ન થાઈલેન્ડમાં  તેમના વિલામાં હાજર હતા અને ત્યાં તે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા

 

 

વોર્ન હંમેશા દુનિયામાં ચાલી રહેલા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. હાલમાં જ તેમણે ટ્વિટ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પણ વાત કરી હતી. તેમણે ખુલ્લેઆમ યુક્રેનનું સમર્થન કર્યું અને રશિયાનો વિરોધ કર્યો. તેમણે યુક્રેનની તરફેણમાં સંદેશ લખ્યો હતો અને રશિયાની કાર્યવાહીને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી.

શેન વોર્ને લખ્યું, ‘આખું વિશ્વ યુક્રેનના લોકોની સાથે છે કારણ કે તેઓ રશિયન સૈન્ય દળો દ્વારા ઉશ્કેરણી વિનાના અને ગેરવાજબી હુમલાનો ભોગ બન્યા છે. તસ્વીર ભયાનક છે અને હું વિશ્વાસ કરી શકતો નથી કે તેને રોકવા માટે કંઈ કરવામાં આવી રહ્યું નથી. મારા યુક્રેનિયન પાર્ટનર આન્દ્રે શ્વેન્કોને ઘણો પ્રેમ.