Gir lions/ ગીરના સિંહોના નુકસાન માટે જવાબદાર કોણ, હાઇકોર્ટે માંગ્યો જવાબ

ગીરના સિંહોને થઈ રહેલા નુકસાન થી સૌ સુપેરે પરિચિત છે તેમ છતાં હજુ સુધી સેક્સ નક્કર પગલા લેવામાં આવી રહ્યા નથી તેનો વધુ એક પુરાવો મળ્યો છે.ગીર અભ્યારણમાં ગેસ-ઓઇલ

Top Stories Gujarat
corona 109 ગીરના સિંહોના નુકસાન માટે જવાબદાર કોણ, હાઇકોર્ટે માંગ્યો જવાબ

ગીરના સિંહોને થઈ રહેલા નુકસાન થી સૌ સુપેરે પરિચિત છે તેમ છતાં હજુ સુધી સેક્સ નક્કર પગલા લેવામાં આવી રહ્યા નથી તેનો વધુ એક પુરાવો મળ્યો છે.ગીર અભ્યારણમાં ગેસ-ઓઇલ પાઈપલાઈન, બ્રોડ ગેજ અને ટ્રેકઇલેક્ટ્રિફિકેશન માટે ફાળવાયેલી કે ફાળવવા આવનાર જમીનને લઈ હાઇકોર્ટમાં અરજી દાખલ થઈ હતી. જે અંગે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, સિંહોના નુકસાન માટે જવાબદાર કોણ? અને આ મામલે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો જાહેરહિતની અરજીમાં દાખલ કરવામાં આવી હતી. અને તેમાં રજુઆત કરવામાં આવી છે કે બ્રોડ ગેજ અને ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન માટે રેલવે વિભાગને ગીર અભ્યારણની 150 હેકટર જમીન ફાળવવામાં ન આવે અને જો રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી હોય તો તેને રદ કરવામાં આવે. આ અરજી અંતર્ગત આક્ષેપ કરાયો છે કે, રાજ્ય સરકારે ગેસ-ઓઇલ પાઈપલાઈન અને ઓપટિકલ ફાઇબર માટે જામીન ફાળવવાની મંજૂરી આપી દીધી છે.

આ અરજી અંતર્ગત અરજદારોએ વધુમાં માંગ કરી છે કે, ગીર અભ્યારણ અને તેના આસપાસના વિસ્તારોમાં થતી સિંહોની હેરાનગતિ મુદ્દે નીચલી અદાલતોમાં ફાસ્ટ ટ્રેક ધોરણે કેસ ચલાવવામાં આવે.અરજીમાં ગેસ-ઓઇલ પાઈપલાઈન વિશે કહેવાયું છે કે, આ પાઈપલાઈન નાખવામાં આવે એ વખતે જમીનમાં જો ક્રેક થાય તો ઓઇલ અને ગેસ બહાર આવી શકે અને પર્યાવરણ દૂષિત થઈ શકે. જો આગની દુર્ઘટના સર્જાય તો ભારતમાં આવેલું એશિયાઈ સિંહોનું એક માત્ર સ્થાન પણ નષ્ટ થઈ શકે અને વન્ય પ્રજાતિઓ પણ નષ્ટ થઈ શકે છે. અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યના વાઈલ્ડ લાઈફ બોર્ડ પાસેથી જવાબ માંગ્યો છે. સિંહના અકાળે મૃત્યુના મામલે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…