Not Set/ CBI ના નવા ચીફ કોણ? PM મોદીની આગેવાનીમાં કમિટી આજે લેશે નિર્ણય

CBI ના નવા ડિરેક્ટરની નિયુક્તી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કમિટીની આજે બેઠક મળવાની છે. આ કમિટીમાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના પણ સામેલ છે. આ કમિટી નવા સીબીઆઇ પ્રમુખ માટે ભારતીય પોલીસ સેવાના 1984-1987 આઇપીએસ બેંચના અધિકારીઓના નામ પર વિચાર કરશે. CBI ના  નવા ડિરેક્ટરની  આ યાદી માં […]

India
Untitled 306 CBI ના નવા ચીફ કોણ? PM મોદીની આગેવાનીમાં કમિટી આજે લેશે નિર્ણય

CBI ના નવા ડિરેક્ટરની નિયુક્તી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કમિટીની આજે બેઠક મળવાની છે. આ કમિટીમાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના પણ સામેલ છે. આ કમિટી નવા સીબીઆઇ પ્રમુખ માટે ભારતીય પોલીસ સેવાના 1984-1987 આઇપીએસ બેંચના અધિકારીઓના નામ પર વિચાર કરશે.

CBI ના  નવા ડિરેક્ટરની  આ યાદી માં , અસમ-મેઘાલય કેડરના 1984 બેચના આઈપીએસ અધિકારી અને રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ, વાય.સી. મોદી, બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગુજરાત કેડરના ડાયરેક્ટર જનરલ, રાકેશ અસ્થાના અને ઈન્ડો-તિબેટી બોર્ડર પોલીસના હરિયાણા કેડરના ડાયરેક્ટર જનરલ. મોખરે છે.

આપને જણાવી દઈએ કે તપાસ એજન્સી સીબીઆઈના ડિરેક્ટરની પોસ્ટ ફેબ્રુઆરીમાં આર.કે. શુક્લાની નિવૃત્તિ પછીથી ખાલી પડી છે. આર.કે. શુક્લાની નિવૃત્તિથી લઈને સંપૂર્ણ સમયના વડાની નિમણૂક સુધીની સીબીઆઈના વરિષ્ઠ મોસ્ટ એડિશનલ ડિરેક્ટર પ્રવીણ સિન્હાનો હવાલો સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. સીબીઆઈના આગામી ડિરેક્ટરના નામની ઘોષણા થાય ત્યાં સુધી સીબીઆઈ ચીફનું પદ હોવું એ પ્રવિણ સિંહાની જવાબદારી છે.