Covid-19/ યુરોપનાં દેશોને WHO એ આપી ચેતવણી, કહ્યુ- કોરોનાને કારણે 7 લાખથી વધુ લોકોનાં થઈ શકે છે મોત

WHO ની યુરોપ ઓફિસ અનુસાર, આગામી વસંત સુધીમાં કોરોના વાયરસ મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને લઈને ચેતવણી જાહેર કરી છે.

Top Stories World
યુરોપમાં કોરોનાનો કહેર

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની યુરોપ ઓફિસ અનુસાર, આગામી વસંત સુધીમાં કોરોના વાયરસ મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને લઈને ચેતવણી જાહેર કરી છે. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) યુરોપ ઓફિસે અનુમાન લગાવ્યું છે કે 53 દેશોમાં આગામી વસંત સુધીમાં કોરોના વાયરસ મહામારીથી વધુ 7 લાખ લોકોનાં મોત થઈ શકે છે.

Who ની યુરોપને ચેતવણી

આ પણ વાંચો – Covid-19 / યુરોપમાં કોરોનાની ચોથી લહેર શરૂ, ઓસ્ટ્રિયામાં 20 દિવસનું લોકડાઉન લાગુ કરાયું

યુરોપનાં તમામ દેશોમાં કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુરોપમાં કોરોનાનાં કેસ ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. આ સંદર્ભમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી પણ આપી છે કે આગામી દિવસોમાં યુરોપમાં કોરોનાને કારણે 7 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. સંક્રમણનાં કેસોની સંખ્યા 20 લાખને પણ વટાવી શકે છે. ચિંતા વ્યક્ત કરતાં WHOએ વધુમાં વધુ લોકોને રસી અપાવવાની અપીલ પણ કરી છે. યુરોપ માટે WHOનાં પ્રાદેશિક નિર્દેશક ડૉ. ક્લુગેએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘આજે સમગ્ર યુરોપ અને મધ્ય એશિયામાં કોવિડ-19ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આપણી પાસે શિયાળાનો પડકાર છે પરંતુ આપણે આશા છોડવી જોઈએ નહીં કારણ કે આપણે તમામ સરકારો, આરોગ્ય અધિકારીઓ અને સામાન્ય લોકો મહામારીને નિયંત્રિત કરવા માટે નિર્ણાયક પગલાં લઈ શકીએ છીએ.

Who ની યુરોપને ચેતવણી

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ફ્રાન્સનાં PM જીન કાસ્ટેક્સ થયા કોરોના પોઝિટિવ, જાણો શું છે દેશના હાલ

આપને જણાવી દઈએ કે, યુરોપમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થયા બાદ જર્મનીમાં રસીકરણ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. ત્યાંની સરકાર સહમત છે કે કોરોનાની ચોથી લહેર આવી ગઇ છે. વળી, ઓસ્ટ્રિયામાં 20 દિવસનું લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. જોકે, ઓસ્ટ્રિયાની સરકારે પણ હાલ પૂરતું સ્પષ્ટ કર્યું છે કે 10 દિવસ પછી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. યુરોપની બગડતી પરિસ્થિતિને કારણે ભારતમાં પણ લોકોની ચિંતા વધી છે. જો કે ભારતમાં કોરોના રસીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ સાથે હવે બૂસ્ટર ડોઝ પર પણ ચર્ચા ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર હવે બૂસ્ટર એટલે કે ત્રીજા ડોઝની જરૂરિયાતની સમીક્ષા કરી રહી છે. જણાવી દઈએ કે યુરોપમાં છેલ્લા એક સપ્તાહમાં દરરોજ 4200 લોકોનાં મોત થયા છે. યુરોપમાં કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 15 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.