Not Set/ વિકાસ મોડલનાં લગભગ 24 વર્ષનાં શાસન પછી પણ લોકો કેમ કરી રહ્યા છે ચૂંટણીનો બહિષ્કાર, આજે પણ વિકસીત ગુજરાતમાં પાયાની સુવિધાનો અભાવ ?

ભારતભરમાં ગુજરાતને રાજ્ય લેવલ પર વિકાસનું પર્યાયી માનવામાં આવે છે. ગુજરાત મોડલની દુહાઇ દેવામાં આવે છે. તેવા ગુજરાતમાં વિકાસ માડલનાં લગભગ 24 વર્ષનાં લાંબા શાસન પછી પણ લોકોને પાયાની જરૂરીયાતો માળવવા માટે ચૂંટણીનો બહિષ્કાર કરવો પડી રહ્યો છે, તે વાત પોતાની જાતમાં જ કંલક સમાન કહેવી ઘટે. આ વાત એક નાના ગામની કે કોઇ વિસ્તાર […]

Top Stories Gujarat Vadodara
election boycott વિકાસ મોડલનાં લગભગ 24 વર્ષનાં શાસન પછી પણ લોકો કેમ કરી રહ્યા છે ચૂંટણીનો બહિષ્કાર, આજે પણ વિકસીત ગુજરાતમાં પાયાની સુવિધાનો અભાવ ?

ભારતભરમાં ગુજરાતને રાજ્ય લેવલ પર વિકાસનું પર્યાયી માનવામાં આવે છે. ગુજરાત મોડલની દુહાઇ દેવામાં આવે છે. તેવા ગુજરાતમાં વિકાસ માડલનાં લગભગ 24 વર્ષનાં લાંબા શાસન પછી પણ લોકોને પાયાની જરૂરીયાતો માળવવા માટે ચૂંટણીનો બહિષ્કાર કરવો પડી રહ્યો છે, તે વાત પોતાની જાતમાં જ કંલક સમાન કહેવી ઘટે.

આ વાત એક નાના ગામની કે કોઇ વિસ્તાર માત્રની છે તેવુ ન જોતા, એ વિચારવાની ખરેખર જરૂર છે કે, શું આપણે કઇક ચૂકી તો નથી રહ્યાને ? આ વિકસીત મોડલમાં પ્રજાનાં પ્રશ્નો શું ફક્ત ચૂંટણી સમયે જ નેતાઓ અને સત્તા-વિરોધ પક્ષોને યાદ નથી આવતા ને ? શું એટલી બહેરાશ આવી ગઇ છે કે પ્રજા પ્રશ્ન માટે પાંચ વર્ષે આવતી ચૂંટણીની હવે રાહ જોવી પડે છે ?

આવો જ પાયાની જરૂરીયાત મેળવવા માટે ચૂંટણી બહિષ્કારનો મામલો રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં રાધનપુર તાલુકાના રંગપુરા ગામના ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. જી હા રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો બહિષ્કાર કરવામા આવ્યો છે.  પ્રાથમિક શાળામાં જવાનાં માર્ગ ઉપર વરસાદનાં ગંદા પાણી ભરાઈ રહેતા માસુમ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને હાલાકી ભોગવવી રડી રહી છે.

જુઓ આ ન્યૂઝ રિપોર્ટ, કેવી છે હાલાકી………

શાળાના માસુમ ભૂલકાંઓને ગંદા કાદવ કીચડ વાળા પાણીમાંથી શાળાએ જવું પડી રહ્યું છે. શાળાનું પટાંગણ ગંદા પાણીમાં ગરકાવ થયેલ છે. ગંદા પાણીથી બાળકોના પગમાં છાલા પડી રહ્યા છે. શાળાના બાળકો પણ વરસાદી પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ કોઇ સાંભળી ક્યાં રહ્યું છે ? અને માટે જ….

ગામમાં ગંદા પાણીનો નિકાલ કર્યા બાદ જ ઉમેદવારોએ ગામમાં મત લેવા આવવું તેવું જાહેર કરી રાધનપુર તાલુકાના રંગપુરા ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જ્યાં સુધી ગામની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર જાહેર કરી દેવોએ આનો સમસ્યાનો ખરેખર તો હલ છે કે કેમ તે પણ એક સવાલ છે ?

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 વિકાસ મોડલનાં લગભગ 24 વર્ષનાં શાસન પછી પણ લોકો કેમ કરી રહ્યા છે ચૂંટણીનો બહિષ્કાર, આજે પણ વિકસીત ગુજરાતમાં પાયાની સુવિધાનો અભાવ ?