Retirement/ IPLમાંથી નિવૃત્તિ અંગે અંબાતી રાયડુએ અચાનક ટ્વીટ કેમ કર્યું? સામે આવ્યું સત્ય

આ અચાનક નિર્ણયથી અંબાતી રાયડુના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેટલાક લોકોએ તેની કારકિર્દી અને તેની સાથે જોડાયેલી યાદો વિશે પોસ્ટ પણ શેર કરવાનું શરૂ કર્યું…

Top Stories Sports
IPLમાંથી નિવૃત્તિ

IPLમાંથી નિવૃત્તિ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના મધ્યમ ક્રમના બેટ્સમેન અંબાતી રાયડુએ શનિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ અચાનક નિર્ણયથી અંબાતી રાયડુના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેટલાક લોકોએ તેની કારકિર્દી અને તેની સાથે જોડાયેલી યાદો વિશે પોસ્ટ પણ શેર કરવાનું શરૂ કર્યું, પરંતુ પછીથી રાયડુએ તેનું ટ્વીટ ડિલીટ કરી દીધું. આ અંગે CSKના CEO કાશી વિશ્વનાથને જણાવ્યું કે રાયડુ હજુ IPLમાંથી સંન્યાસ લઈ રહ્યો નથી.

અંબાતી રાયડુએ લખ્યું, ‘હું આનંદ સાથે જાહેર કરું છું કે આ (IPL-2022) મારી છેલ્લી IPL સિઝન હશે. હું છેલ્લા 13 વર્ષમાં 2 મહાન ટીમો સાથે રહ્યો છું. આ અદ્ભુત સફર માટે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો આભાર.’ બાદમાં તેણે આ ટ્વીટ ડિલીટ કરી દીધું. અત્યાર સુધી રાયડુએ આ અંગે કંઈ કહ્યું નથી પરંતુ ચેન્નાઈ ટીમના સીઈઓએ જણાવ્યું કે આ ક્રિકેટર ટીમના ખરાબ પ્રદર્શનથી નિરાશ છે.

કાશી વિશ્વનાથને સ્પોર્ટ્સસ્ટારને કહ્યું, ‘મેં અંબાતી સાથે વાત કરી હતી અને તે સંન્યાસ લઈ રહ્યો નથી. તે તેના પ્રદર્શનથી નિરાશ હતો અને તેથી તેણે તે ટ્વિટ કર્યું હતું પરંતુ તેણે તેને ડિલીટ કરી દીધું છે. તે ચોક્કસપણે આ સિઝન પછી નિવૃત્તિ લેશે નહીં. આ પહેલીવાર નથી જ્યારે રાયડુએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હોય. જ્યારે તેને 2019 ODI વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો ત્યારે પણ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તે પણ બદલી નાખ્યો અને IPLમાં રમવા માટે પાછો ફર્યો.

36 વર્ષીય રાયડુ આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 187 મેચ રમી ચૂક્યો છે અને તેણે 1 સદી, 22 અડધી સદીની મદદથી 4187 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ભારત માટે 55 વનડે અને 6 ટી20 મેચ પણ રમી છે. તેણે ODIમાં 3 સદી અને 10 અડધી સદીની મદદથી કુલ 1694 રન બનાવ્યા છે જ્યારે T20 ઈન્ટરનેશનલ કરિયરમાં તેની પાસે માત્ર 42 રન છે.

આ પણ વાંચો: અબોલ જાનવર / ગરમીમાં અબોલ જાનવરોનું જીવન બન્યું નર્ક, નદી-તળાવો સુકાવાને કારણે થાય છે બે ભાન

આ પણ વાંચો: રશિયા યુક્રેન યુધ્ધ / બ્લડ કેન્સરથી તૂટ્યું પુતિનનું મનોબળ, રશિયામાં ઓગસ્ટ સુધીમાં થઇ શકે છે સત્તા પલટો