Election/ શા માટે ભાજપને મળી કોર્પોરેશનમાં જંગી લીડ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સો મહાનગરપાલિકાઓ નું મતદાન પૂર્ણ થયું ત્યારબાદ અમદાવાદમાં જંગી બહુમતીથી ભાજપના ઉમેદવાર ની જીત થઈ છે.

Ahmedabad Gujarat
Electionn 18 શા માટે ભાજપને મળી કોર્પોરેશનમાં જંગી લીડ?

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સો મહાનગરપાલિકાઓ નું મતદાન પૂર્ણ થયું ત્યારબાદ અમદાવાદમાં જંગી બહુમતીથી ભાજપના ઉમેદવાર ની જીત થઈ છે. જેમાં અમદાવાદમાં ગત ટર્મમાં અમદાવાદ મહાનગરપાલિકામાં 192 માંથી 142 ઉમેદવારો ભાજપ ના હતા, ત્યારે આ વખતે 2021 માં ભાજપ ના 159 ઉમેડવાર ની જીત થઈ છે. ત્યારે ઇતિહાસ માં પહેલી વાર bjp ને 159 સીટ  મળી છે.જેમાં   કોંગ્રેસ  મા 50 માંથી 25 સીટ અને ઓવેસીને 7 સીટ મળી.

Crime: બગોદરા હાઇવે પર બસમાં જતા આંગડિયા પેઢીનાં કર્મી સાથે 4 કરોડની લૂંટ

1987 માં  ભાજપે  પહેલી વાર મ્યુનિસિપલ માં સત્તા  સાંભળ્યા પછી. અત્યાર સુધીની આ સૌથી મોટી જીત છે. ભાજપે 100 થી વધુ સિનિયર નેતાઓની  ટિકિટ કાપી હોવા છતાં પ્રચંડ બહુમતીથી  વિજય થયો છે. જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ સીટ મળી નથી.જ્યારે 192 માંથી માત્ર એક અપક્ષ  લાંભા વોર્ડ માંથી  ચૂંટયો છે.

Crime: વડોદરામાં ધોળે દિવસે વેપારીને ચાકુનાં ઘા મારી લૂંટારૂઓએ ચલાવી લૂંટ

હવે ભાજપને જે જીત થઈ છે તે ક્યાં કારણોસર થઈ છે તે જોઈએ તો

  • સૌથી મોટો નિર્ણય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નો
  • 60  વર્ષ થી ઉપરના લોકોને ટિકિટ  નહીં આપવી…
  • એક પરિવારના સભ્યોને ટિકિટ નહિ…
  • ભાજપ નો અંતિમ દિવસ સુધી પ્રચંડ પ્રચાર…
  • જુના કોર્પોરેટર સાથે રાખીને  નવા ઉમેદવારોની ભવ્ય રેલી…
  • નવા ચહેરાઓને આપી તક…
  • યુવા વર્ગ ને આપ્યું પ્રાધાન્ય…
  • દરેક વોર્ડમાં નવા ઉમેદવારોની પસંદગી…
  • કોંગ્રેસનો  આંતરિક  વિખવાદ…
  • કોંગ્રેસનાં મતભેદ અને મનભેદ થી ભાજપ ને ફાયદો..
  • ભાજપનાં ગ્રાસરૂટ લેવલ નું કામગીરી
  • મહુડી મન્ડલની રણનીતિ

Ahmedabad: અત્યંત આધુનિક અને ટેકનાલોજીથી બનેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ક્રિકેટના મકકા ‘લોર્ડસ’ને મારશે ટકકર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…