Love & Logic: કોઈપણ સંબંધમાં (Relationship )ઝઘડા થવા એ સામાન્ય બાબત છે, પરંતુ ઘણીવાર આપણે એવું માની લઈએ છીએ કે ચૂપ રહેવાથી વિવાદ ટળી જશે. મનોવિજ્ઞાન કહે છે કે ક્યારેક ‘હેલ્ધી આર્ગ્યુમેન્ટ’ (સ્વસ્થ ચર્ચા) સંબંધને મજબૂત બનાવે છે, જ્યારે લાંબુ મૌન સંબંધમાં અંતર લાવી શકે છે. જો તમે પણ તમારા પાર્ટનર સાથેની નાની-મોટી તકરાર કે મૌનથી પરેશાન હોવ, તો આ 5 ખાસ ટ્રિક્સ તમને સંબંધોનું ગણિત સમજવામાં મદદ કરશે. સંબંધોને સમજવાની 5 ખાસ ટ્રિક્સ.
Relationship ઝઘડો કે ચર્ચા ?:
યાદ રાખો, દરેક ઝઘડો સંબંધ (Relationship) તોડવા માટે નથી હોતો. જો તમે તમારી અસંમતિ વ્યક્ત કરી રહ્યા છો, તો તેનો અર્થ છે કે તમે હજુ પણ સંબંધમાં સુધારો ઈચ્છો છો. જ્યારે ચર્ચા બંધ થઈ જાય છે, ત્યારે સમજવું કે ઉદાસીનતા (Indifference) આવી ગઈ છે, જે વધુ જોખમી છે.
મૌન પાછળનું કારણ શોધો:
જો તમારો પાર્ટનર અચાનક ચૂપ થઈ જાય, તો તે હંમેશા ગુસ્સો નથી હોતો. ક્યારેક તે થાક, હાર સ્વીકારવાની ભાવના અથવા પોતાની વાત રજૂ ન કરી શકવાનો ડર પણ હોઈ શકે છે. મૌનને સજા તરીકે વાપરવાને બદલે તેને સમજવાનો પ્રયાસ કરો.
હું‘ ને બદલે ‘આપણે‘ નો ઉપયોગ:
જ્યારે પણ કોઈ સમસ્યા વિશે વાત કરો, ત્યારે “તેં આવું કર્યું” કહેવાને બદલે “આપણે આ સમસ્યાને કેવી રીતે ઉકેલી શકીએ?” તેવો અભિગમ રાખો. આનાથી પાર્ટનરને એવું નહીં લાગે કે તમે તેના પર આરોપ લગાવી રહ્યા છો.
સાંભળવાની કળા :
ઝઘડા ત્યારે વધે છે જ્યારે આપણે સામો જવાબ આપવા માટે સાંભળીએ છીએ, સમજવા માટે નહીં. પાર્ટનર (Relationship) જ્યારે બોલતા હોય ત્યારે તેમને વચ્ચેથી અટકાવવાને બદલે તેમની વાત પૂરી થવા દો. ક્યારેક માત્ર સાંભળવાથી જ અડધી સમસ્યાઓ ઉકેલાઈ જાય છે.
સ્પેસ અને સમયનું મહત્વ:
જો ચર્ચા ઉગ્ર બની રહી હોય, તો થોડો સમય ‘બ્રેક‘ લેવો સારો છે. “આપણે આ વિશે થોડીવાર પછી શાંતિથી વાત કરીએ” એમ કહીને પરિસ્થિતિને વણસતી અટકાવો. ગુસ્સામાં લીધેલા નિર્ણયો હંમેશા પસ્તાવો કરાવે છે.
સંબંધ એ બે વ્યક્તિઓ વચ્ચેનો સેતુ છે જેમાં પ્રેમની સાથે સમજદારી પણ એટલી જ જરૂરી છે. ઝઘડાઓથી ડરવાને બદલે તેનો ઉકેલ લાવતા શીખો અને મૌનને દીવાલ ન બનવા દો. યાદ રાખજો કવિતા, સાચો સંબંધ (Relationship) એ નથી જેમાં ક્યારેય ઝઘડા ન થાય, પણ એ છે જેમાં ઝઘડા પછી પણ સાથે રહેવાની ઈચ્છા અકબંધ રહે.
આ પણ વાંચો: શું તમે ઇનફર્ટિલિટી પાછળના આ છુપાયેલા કારણો જાણો છો? પુરુષ અને મહિલા બંનેમાં હોઈ શકે છે આ સમસ્યા
આ પણ વાંચો:શું તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકો છો? જાણો કમ્યુનિકેશન ગેપ દૂર કરવાની રીતો!
આ પણ વાંચો: શું સેક્સ ખરેખર ડિપ્રેશન દૂર કરી શકે છે? જાણો શું કહે છે વિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર


