Not Set/ ફિલ્મકાર અલી અકબરે કેમ મુસ્લિમ ધર્મ છોડી અપનાવ્યો હિન્દુ ધર્મ જાણો વિગત…

મલયાલમ ફિલ્મ નિર્દેશક અલી અકબરે હિન્દુ ધર્મ અપનાવ્યો છે. હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ હવે તેમનું નામ રામસિમ્હા  છે

Top Stories Entertainment
filmkar ફિલ્મકાર અલી અકબરે કેમ મુસ્લિમ ધર્મ છોડી અપનાવ્યો હિન્દુ ધર્મ જાણો વિગત...

મલયાલમ ફિલ્મ નિર્દેશક અલી અકબરે હિન્દુ ધર્મ અપનાવ્યો છે. હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ હવે તેમણે પોતાનું નામ રામસિમ્હા રાખ્યું  છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ એ મુસ્લિમોનો વિરોધ છે જેઓ CDS બિપિન રાવતના મૃત્યુ બાદ સ્માઈલી પોસ્ટ કરી રહ્યા હતા. શા માટે ધાર્મિક આગેવાનો તેમને સુધારતા નથી?’ આ પહેલા શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં તેણે કહ્યું હતું કે, “હું આજથી મુસ્લિમ નથી રહ્યો. હવે હું માત્ર એક ભારતીય છું.” વિડિયો ક્લિપમાં, તેણે જનરલ રાવતના મૃત્યુ સાથે સંબંધિત સમાચાર અહેવાલો નીચે હસતા ઇમોજી પર પ્રતિક્રિયા આપનારા લોકોની નિંદા કરી અને કહ્યું કે તેઓ હવે “રાષ્ટ્રવિરોધી” સાથે ઊભા રહી શકશે નહીં.

તેમણે જનરલ રાવતના મૃત્યુ સાથે સંબંધિત સમાચારની નીચે ખુશ ઇમોજી મૂકનારાઓની ટીકા કરી અને કહ્યું કે તેઓ રાષ્ટ્રવિરોધીઓ સાથે ઊભા રહી શકતા નથી. ફિલ્મ દિગ્દર્શકમાંથી રાજકારણી બનેલા અકબરે આ વર્ષે ઓક્ટોબરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાજ્ય સમિતિના સભ્ય તરીકેની તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું હતું કારણ કે તેઓ ભાજપના રાજ્ય સચિવ એકે નઝીર સામે સંગઠનાત્મક સ્તરની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા. જોકે અકબરે કહ્યું હતું કે તેઓ ભાજપના સભ્ય તરીકે ચાલુ રહેશે.

અલી અકબરે એક ભાવુક ફેસબુક પોસ્ટ લખીને કહ્યું કે સામાન્ય માણસ માટે એ સમજવું ખૂબ જ મુશ્કેલ છે કે ભાજપ માટે કામ કરતી વખતે એક મુસ્લિમને તેના પરિવાર અને સમુદાયમાંથી કેવા પ્રકારના અપમાન અને દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે. ફિલ્મ નિર્માતા હાલમાં મલબાર બળવા પર આધારિત ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેને મોપલા રમખાણો તરીકે પણ ઓળખવામાં આવે છે