T20 World Cup/ જીત બાદ લગ્નમાં આવેલા નારાજ ફૂવાની જેમ કેમ બેઠો રહ્યો James Neesham? હવે આપી આ પ્રતિક્રિયા

કેન વિલિયમસનની કેપ્ટનશિપ હેઠળ, કિવી ટીમે બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે (NZ vs ENG T20) હરાવ્યું હતુ અને ફાઈનલ માટે ટિકિટ બુક કરી હતી.

Sports
જિમી નીશમ

T20 વર્લ્ડકપનાં ઈતિહાસમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ ફાઇનલમાં પ્રવેશી છે. કેન વિલિયમસનની કેપ્ટનશિપ હેઠળ, કિવી ટીમે બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે (NZ vs ENG T20) હરાવ્યું હતુ અને ફાઈનલ માટે ટિકિટ બુક કરી હતી. ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર James Neesham નો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

જિમી નીશમ

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / પ્રથમ સેમીફાઇનમાં ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ

આપને જણાવી દઇએ કે, બુધવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડ પાસેથી ફાઈનલની ટિકિટ છીનવી લીધી હતી. અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. કિવી ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશી છે. ન્યૂઝીલેન્ડની આ જીતનો હીરો હતો James Neesham. નીશમે 11 બોલમાં 3 સિક્સરની મદદથી 27 રન બનાવ્યા હતા અને ટીમને જીત અપાવી હતી. વળી, મેચ દરમિયાન નીશમની પ્રતિક્રિયા જોવા જેવી હતી. ડેરીલ મિશેલે ક્રિસ વોક્સની ઓવરમાં ચોક્કા ફટકારીને ન્યૂઝીલેન્ડની ટીમને જીત અપાવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ જીતવાની સાથે જ તેના તમામ ખેલાડીઓ ઉજવણીમાં ડૂબી ગયા હતા પરંતુ એક ખેલાડી ગુસ્સામાં ફૂવાની જેમ પોતાની ખુરશી પર બેઠો રહ્યો અને તે ખેલાડી હતો મેચનો હીરો જેમ્સ નીશમ.

જેમ્સ નીશમ

James Neesham કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના લાંબો સમય ખુરશી પર બેસી રહ્યો હતો. નીશમ કદાચ આ જીતથી દંગ રહી ગયો હતો. એક તરફ ન્યૂઝીલેન્ડનાં ખેલાડીઓ જીતની ઉજવણી કરી રહ્યા હતા અને નીશમ ખુરશી પર પરમહંસની મુદ્રામાં બેઠો હતો. James Neesham એકમાત્ર એવો ખેલાડી બન્યો જેણે ક્રિસ જોર્ડનની 1 ઓવરમાં 23 રન બનાવીને રમતને ફેરવી નાખી હતી. પરંતુ મેચ વિનિંગ ઇનિંગ્સ રમનાર James Neesham ચૂપ રહ્યો તે જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. તે જરા પણ ખુશ દેખાઇ રહ્યો નથી. તે શાંત પણ એવી રીતે બેઠો હતો કે જાણે કિવી ટીમ મેચ હારી ગઈ હોય. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ટ્વિટર પર ઘણા યુઝર્સ James Neesham ની સરખામણી એમએસ ધોની સાથે કરી રહ્યા છે. James Neesham એ પોતે આનો જવાબ આપ્યો અને જણાવ્યું કે શા માટે તે જીત પછી ખુરશી પર બેસી રહ્યો હતો.

આ પણ વાંચો – Cricket / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસને ન મળી જગ્યા, પસંદગી સમિતિ પર કરી આડકતરી રીતે ટીકા

જેણે પણ મેચ જોઈ છે (NZ vs ENG T20) તે જાણે છે કે ન્યૂઝીલેન્ડની જીતમાં James Neesham ની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે. ડેરીલ મિશેલે અણનમ 72 રન કરીને ન્યૂઝીલેન્ડની ટીમને જીત અપાવી હતી, પરંતુ James Neesham નાં 11 બોલમાં 27 રનની ધમાકેદાર બેટિંગથી રમત પર શું અસર પડી તે બધા જાણે છે. શાનદાર જીત બાદ ન્યૂઝીલેન્ડનાં તમામ ખેલાડીઓ આનંદમાં હતા પરંતુ વાયરલ ફોટામાં James Neesham શાંતિથી પોતાની ખુરશી પર બેઠેલો જોવા મળે છે જાણે ટીમ હારી ગઈ હોય તેમ! જો કે, ન્યૂઝીલેન્ડનાં ખેલાડીઓ તેના વર્તનને કારણે પણ જાણીતા છે. વાયરલ ફોટોની વાત કરીએ તો માત્ર નીશમ જ નહીં પણ કેપ્ટન કેન વિલિયમસન પણ ખુરશી પર હળવા સ્મિત સાથે બેઠો છે.