તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે છેલ્લા ઘણા સમયથી ખોટા કારણોસર ચર્ચામાં છે. આ શો માં વારંવાર એક્ટરસનું શો છોડવાનું અને બાદમાં શો ના મેકર્સ પર આરોપ લગાવવાનું હવે સામાન્ય થઇ ગયું છે. ત્યારે શો માં ટપ્પુનો રોલ નિભાવવા વાળા એક્ટર રાજ અનડકટ આ શો ને છોડ્યો હતો,ત્યારે તેમના ચાહકો પણ હેરાન થઇ ગયા. આજસુધી તેમના ચાહકો પણ વિચારી રહ્યા છે કે અચાનક આ એક્ટરે આ નિર્ણય કેમ લીધો હતો. લાંબા સમય સુધી એક્ટરના શો માંથી નીકળવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.
TMKOC માં તમારો અનુભવ કેવો રહ્યો ?
રાજ અનડકટ તેમના ચાહકોને તમામ પ્રશ્નોના જવાબો આપ્યા છે. અભિનેતાએ એક ચાહકના પ્રશ્નનો જવાબ આપ્યો જેમાં તેને પૂછવામાં આવ્યું કે આ શોમાં તેનો અનુભવ કેવો રહ્યો. આના જવાબમાં રાજે કહ્યું, ‘મેં આ શોમાં ઘણું શીખ્યું છે, ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. હસ્યા, રડ્યા, મજા કરી. આ શોમાંથી જ અમે અમારા જીવનની પહેલી આંતરરાષ્ટ્રીય સફર લીધી, જ્યારે અમે શૂટિંગ માટે સિંગાપોર ગયા હતા. આ શોમાંથી ઘણી કમાણી કરી.
રાજ અનડકટે શો ને કેમ છોડી દીધો?
એક શબ્દમાં, તેમણે તેમની સફરને વર્ણવવા માટે ‘વન્ડરફુલ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. શો છોડવાનું કારણ જણાવતા તેણે કહ્યું- ‘મેં આ શો 5 વર્ષ સુધી કર્યો. 1 હજારથી વધુ એપિસોડ કર્યા, પ્રવાસ ખૂબ જ સુંદર હતો. પરંતુ એક અભિનેતા હોવાને કારણે હું આ ક્ષેત્રમાં વધુ આગળ વધવા માંગતો હતો અને અલગ-અલગ પાત્રોની શોધખોળ કરવા માંગતો હતો. તેથી મેં આ નિર્ણય લીધો અને હું ભગવાનનો આભાર માનું છું કે મને આ તક મળી. તેણે તેને ટપ્પુ તરીકે સ્વીકારવા બદલ તેના ચાહકોનો પણ આભાર માન્યો છે. અભિનેતાએ કહ્યું કે જીવનમાં નિર્ણયો લેવાના હોય છે અને આ બધું જીવનનો એક ભાગ છે.
View this post on Instagram
શું મેકર્સે બિગ બોસ માટે રાજ અનડકટનો સંપર્ક કર્યો હતો?
આ પછી તેણે એ પણ ખુલાસો કર્યો કે શું તે બિગ બોસમાં જોવા મળી શકે છે. અભિનેતાએ કહ્યું છે કે તે આ શોનો મોટો ફેન છે. રાજે દરેક સિઝન જોઈ છે અને તેને આ ફોર્મેટ ખૂબ પસંદ છે. આટલું જ નહીં તે આ શોમાં પણ ભાગ લેવા માંગે છે. તેમજ રાજે એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે છેલ્લી બે સીઝનથી મેકર્સ શો માટે તેનો સંપર્ક કરી રહ્યા છે. પરંતુ કોઈ કારણોસર તે શોનો ભાગ બની શકતો નથી. પરંતુ હવે તે બિગ બોસમાં જવા માંગે છે.
આ પણ વાંચો:Entertainment/બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત
આ પણ વાંચો:Entertainment/સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર
આ પણ વાંચો:Priyanka Chopra/ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?