Toolkit Case/ દિશા રવિને કેમ ન મળવી જોઇએ જામીન? જાણો દિલ્હી પોલીસે કોર્ટમાં શું આપ્યો જવાબ

દિશા રવિની જામીન અરજી પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ટૂલકીટ કેસમાં સુનાવણી થઈ હતી.

India
PICTURE 4 294 દિશા રવિને કેમ ન મળવી જોઇએ જામીન? જાણો દિલ્હી પોલીસે કોર્ટમાં શું આપ્યો જવાબ

દિશા રવિની જામીન અરજી પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ટૂલકીટ કેસમાં સુનાવણી થઈ હતી. દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, ટૂલકિટમાં એવી સામગ્રી મૂકીને લોકોને ભ્રમિત કરવાની તૈયારી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટૂલકીટ દ્વારા લોકોને આંદોલન સાથે સંકળાવવા કહેવામાં આવી રહ્યુ હતુ અને સરકાર સામે આ આંદોલનનો હિસ્સો બનવા અપીલ કરવામાં આવી.

New Delhi / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર નિર્મલા સીતારમણે કહ્યુ- તેલનાં ભાવ પર સરકારનું નથી નિયંત્રણ

વધુમાં કહેવામાં આવ્યું કે, ભારત સરકાર સામે એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસે કહ્યું કે, આ કેસમાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો છે જે અમે સીલબંધ કવરમાં કોર્ટને આપવા માંગીએ છીએ. દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે, અમારી પાસે દિશા રવિ માટે પૂરતી સામગ્રી છે. દિશાએ ટૂલકિટમાં એડિટ કર્યું છે. તેનો સાથીદાર શાંતનુ 20 થી 27 દરમિયાન દિલ્હી આવ્યો હતો. દિલ્હી પોલીસનાં કહેવા મુજબ, તે એ જોવા આવ્યો હતો કે તમામ વસ્તુઓને અંજામ આપવામાં આવી રહેલ છે. આ ટૂલકિટમાં દિશા રવિ સાથે શાંતનુ મુલુક અને નિકિતા જૈકબ પર પણ આરોપ છે. દિલ્હી પોલીસે કહ્યું કે, તેઓએ ભારત વિરુદ્ધ એક આંતરરાષ્ટ્રીય અભિયાન ચલાવવા માટે ટૂલકીટમાં એડિટ કર્યુ હતુ. આ ટૂલકિટનો સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા બાદ ખુલાસો થયો હતો. તે પછી ગ્રેટા થનબર્ગ દ્વારા તેને ડિલિટ કરી નાખવામાં આવ્યુ હતુ.

Political / પ્રિયંકાનો સરકારને કટાક્ષ, કહ્યુ-હવે આ દિવસોનું નામ ‘અચ્છે દિન’ રાખવું જોઇએ…

દિશા રવિની 13 ફેબ્રુઆરીએ બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ ટૂલકિટને 26 જાન્યુઆરીએ ખેડૂત હિંસા સાથે પણ જોડી દીધી છે. પોલીસનું કહેવું છે કે 26 જાન્યુઆરીએ થયેલી હિંસામાં વિદેશમાં રહેતા અલગાવવાદી દળો સામેલ થયા હતા. આ સમય દરમિયાન ટૂલકીટ બનાવવાવાળાઓની યોજના ખતરનાક હતી. પોલીસનાં મતે તેમની યોજના હતી કે હિંસા બાદ જો પોલીસે હિંસા કરી હોત તો તેને સોશિયલ મીડિયા પર ફેલાવીને ભારતને બદનામ કરવામા આવી શકતુ હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ