Rajkot/ વિધવા બહેન પ્રેમી સાથે ભાગી જતાં ભાઈનો છરી વડે જીવલેણ હુમલો

રાજકોટમાં એક 27 વર્ષની વિધવાને પ્રેમ કરવો ભારે પડી ગયો હતો અને તેનો સગો ભાઈ જ તેનો વેરી બન્યો હતો.આ ઘટનારાજકોટ જિલ્લાના આટકોટ ગામ ખાતે ઘટી હોવાનું બહાર આવ્યું છે. આ કિસ્સામાં વિધવા બહેન પોતાના પ્રેમી

Gujarat
attack with knife વિધવા બહેન પ્રેમી સાથે ભાગી જતાં ભાઈનો છરી વડે જીવલેણ હુમલો

રાજકોટમાં એક 27 વર્ષની વિધવાને પ્રેમ કરવો ભારે પડી ગયો હતો અને તેનો સગો ભાઈ જ તેનો વેરી બન્યો હતો.આ ઘટનારાજકોટ જિલ્લાના આટકોટ ગામ ખાતે ઘટી હોવાનું બહાર આવ્યું છે. આ કિસ્સામાં વિધવા બહેન પોતાના પ્રેમી સાથે ભાગી જતા સગા ભાઈએ જ બહેનના પેટ અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આટકોટમાં જસદણ ચોકડી નજીક રહેતી જ્યોત્સનાબેન નામની વિધવા મહિલાને તેના જ સગાભાઈ અશોક કાળુભાઈ વાઘેલાએ પેટ તેમજ ગળા પર છરીના ઘા ઝીંકીને ગંભીર ઇજા પહોંચાડી છે. હાલ મહિલાને સારવાર અર્થે શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

Political / કાયદો-વ્યવસ્થાને લઇને માયાવતીએ યુપી સરકારને લીધી આડેહાથ

આ અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સમગ્ર બનાવની જાણ રાજકોટ હૉસ્પિટલ ચોકીએ આટકોટ પોલીસને કરી હતી. બનાવ અંગેની જાણ થતા જ આટકોટ પોલીસ રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. જ્યાં જ્યોત્સનાબેન તેમજ તેની માતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.પોલીસની પૂછપરછમાં જ્યોત્સનાબેનના માતાએ જણાવ્યું હતું કે, જ્યોત્સનાના પતિનું ચારેક વર્ષ પહેલા અવસાન થયું હતું. તેણી થોડાક દિવસ પૂર્વે બાજુના ગામના સંજય નામના શખ્સ સાથે ભાગી ગઇ હતી. તે સમયે તેણી પોતાની સાથે સંતાનોને લઈ ગઈ ન હતી. આ કારણે તેનો દીકરો અશોક ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ તે જ્યોત્સનાને ઘરે પાછી લાવ્યો હતો.

Chinese dragon / આખરે, વિશ્વમાં કેમ વધી રહ્યો છે ચીનનો દરજ્જો ? અમેરિકનો પણ દિલ ખોલી કરી રહ્યા છે રોકાણ

પીડિતાની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થતા અશોકે છરીના ઘા ઝીકી દીધા હતા. સમગ્ર મામલે હાલ આટકોટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ્યોત્સનાના સગાભાઈ અશોક વાઘેલાની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા રામ પાર્કમાં પોતાના માવતરે રહેતી જલ્પા રમેશભાઈ ડાભી નામની યુવતીએ પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે જલ્પાના પરિવારજનોને જાણ થતાં તેને જલ્પાને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ હોસ્પિટલે પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

Business / વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ફરી એકવાર જેફ બેઝોસ, મુકેશ અંબાણી ટોપ 10 સમૃદ્ધ યાદીમાંથી આઉટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…