Not Set/ પતિનો બીજી સ્ત્રી સાથે હતો સંબંધ, નારાજ પત્ની એ કાપી નાખ્યા પ્રાઇવેટ પાર્ટ

પતિના અફેર થી પરેશાન મહિલાએ કાપી નાખ્યા પતિનો પ્રાઇવેટ પાર્ટ. પતી પત્નીમાં તુતુ મેમે થવી એ સામાન્ય વાત છે અને એ ક્યારેક મારપીટ સુધી પહોચી જાય તો વાત વણસી જાય છે. જેની ફરિયાદ પોલીસ સુધી પહોચે છે પણ અહી એક અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નારાજ પત્નીએ પોતાના પતિના અફેરથી ત્રાસી જઈને […]

World Relationships
woman cut private part his husband પતિનો બીજી સ્ત્રી સાથે હતો સંબંધ, નારાજ પત્ની એ કાપી નાખ્યા પ્રાઇવેટ પાર્ટ

પતિના અફેર થી પરેશાન મહિલાએ કાપી નાખ્યા પતિનો પ્રાઇવેટ પાર્ટ. પતી પત્નીમાં તુતુ મેમે થવી એ સામાન્ય વાત છે અને એ
ક્યારેક મારપીટ સુધી પહોચી જાય તો વાત વણસી જાય છે. જેની ફરિયાદ પોલીસ સુધી પહોચે છે પણ અહી એક અલગ જ પ્રકારનો
કિસ્સો સામે આવ્યો છે, જેમાં નારાજ પત્નીએ પોતાના પતિના અફેરથી ત્રાસી જઈને સબક શિખાડવા ધારદાર ચાકુથી પતિનો
પ્રાઇવેટ પાર્ટ કાપી એને બારીની બહાર ફેકી દીધો.

આ કિસ્સો થાઈલેન્ડ ના સાઈ શહેર નો છે, જ્યાં મહિલા એ પોતાના ઘરમાં આ ઘટનાને અંજામ આપ્યો. મૂળ કમ્બોડિયાની રહેવા
વાળી મહિલા કરુણા સનુસાન (૨૪) એ રાત્રે પોતાના પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. મહિલા એ પોલીસને કહ્યું કે એણે પહેલા
પતિને સુવા દીધો અને પછી એને ઉત્તેજિત કર્યો.

આ દરમ્યાન એક ધારદાર ૧૨ ઈચ નું ચાકુ પાસે રાખ્યું હતું જેનાથી કાપી નાખ્યું. પાડોશીઓ એ એના પતી સીરીપીન (૪૦) ની
ચીખ સાંભળી તો પોલીસ ને જાણ કરી. ઘટનાસ્થળે પહોચીને પોલીસે સીરીપીનના પેનીસ ને શોધી કાઢ્યું અને હોસ્પિટલ લઇ ગયા.
પરંતુ ડોક્ટરો એ એને ફરીથી જોડી શકવું અશક્ય છે તેમ કહ્યું હતું.

એ દરમ્યાન , પોલીસે કરુણા ને પકડી લીધી. પુછતાછ સમયે એને કહ્યું કે એને પતિના બીજા સ્ત્રી સાથેના સંબંધ વિષે ખબર પડી ગઈ
હતી, જેનાથી એ ખુબ નારાજ હતી. એને એમ પણ કહ્યું કે ઘણીવાર એ પોતાના પતિને બીજી છોકરીઓ અને મહિલાઓસાથે ફલર્ટ
કરતા જોયો હતો. ઘણી વાર એને આ વાત ને લઈને એના પતિને ચેતવ્યો પણ હતો , પરંતુ એ સુધરતો ન હતો એટલે એને પોતાના
પતિને સબક ચખાવવા માટે આ બધું કર્યું.