સંઘર્ષ/ ઇઝરાયલમાં અલ-અકસા મસ્જિદમાં અથડામણ,12 લોકો ઘાયલ

જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ કમ્પાઉન્ડમાં પેલેસ્ટિનિયનો અને ઇઝરાયેલી પોલીસ વચ્ચેની  અથડામણમાં શુક્રવારે 12 લોકો ઘાયલ થયા હતા,

Top Stories World
8 40 ઇઝરાયલમાં અલ-અકસા મસ્જિદમાં અથડામણ,12 લોકો ઘાયલ

જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ કમ્પાઉન્ડમાં પેલેસ્ટિનિયનો અને ઇઝરાયેલી પોલીસ વચ્ચેની  અથડામણમાં શુક્રવારે 12 લોકો ઘાયલ થયા હતા, .ઇઝરાયેલની પોલીસે જણાવ્યું હતું કે અલ-અક્સાની નીચે પવિત્ર યહૂદી સ્થળ, પશ્ચિમી દિવાલ તરફ સહિત “તોફાનીઓએ” પથ્થરો અને ફટાકડા ફેંક્યા બાદ દળો કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા.સાક્ષીઓ અને એએફપીના પત્રકારોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી પોલીસે ટીયર ગેસ અને રબરની ગોળીઓ છોડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અલ-અકસા મસ્જિદમાં અવારનવાર પેલેસ્ટિનિયનો અને પોલીસ વચ્ચે અવારનવાર ઘર્ષણના સમાચાર સામે આવે છે,આજે ફરીવાર મસ્જિદમાં ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે, આમાં 12 લોકો ઘાયલ થયા છે, હાલમાં પરિસ્થિતિ અંજપા ભરેલી છે ,ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ત્યાં જોવા મળી છે, ઇઝરાયેલે પોલીસનો કાફલો તૈનાત કરી દીધો છે.