બેઠક/ દિવાળીમાં ખાધતેલના ભાવ ઘટશે? કેન્દ્ર સરકાર આજે રાજ્યો સાથે ચર્ચા કરશે

સચિવ સુધાંશુ પાંડે આજે ભારતભરના ખાદ્ય તેલોની માંગ, ઉપલબ્ધતા, સ્ટોક અને કિંમતો અંગે ચર્ચા કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે.

Top Stories Business
oil દિવાળીમાં ખાધતેલના ભાવ ઘટશે? કેન્દ્ર સરકાર આજે રાજ્યો સાથે ચર્ચા કરશે

આ દિવસોમાં દેશમાં ખાદ્ય તેલના ભાવ વિક્રમી સ્તરે પહોંચી ગયા છે. તહેવારોની સિઝનમાં ભાવ નિયંત્રણમાં રહે તે મામલે આજે બેઠક કરવામાં આવશે. અન્ન અને જાહેર વિતરણ વિભાગ (DFPD) ના સચિવ સુધાંશુ પાંડે આજે ભારતભરના ખાદ્ય તેલોની માંગ, ઉપલબ્ધતા, સ્ટોક અને કિંમતો અંગે ચર્ચા કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે.

વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ડીએફપીડી ખાદ્ય તેલોની કિંમતો અને ગ્રાહક માટે તેમની ઉપલબ્ધતા પર નજર રાખી રહી છે. આગામી તહેવારોની સીઝનના સંદર્ભમાં આ ખાસ કરીને મહત્વનું છે, જે દરમિયાન ખાદ્ય તેલોની માંગ વધશે.”સરકાર સંચાલિત વિભાગે જણાવ્યું હતું કે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાદ્યતેલોની માંગ અલગ-અલગ હોવાથી, તેઓ અલગથી સ્ટોક ડિસ્ક્લોઝર નોટિસનો સંદર્ભ લઈ શકે છે, જે ખાદ્ય તેલ અને તેલીબિયાં માટે સ્ટોક મર્યાદાને અંતિમ સ્વરૂપ આપવા માંગે છે.

DFPD એ સાપ્તાહિક ધોરણે ખાદ્ય તેલના સ્ટોકની નજીકથી દેખરેખ રાખવા માટે સમર્પિત વેબસાઇટ પણ બનાવી છે.પામ ઓઈલ, સનફ્લાવર ઓઈલ અને સોયાબીન ઓઈલ પરની આયાત ડ્યુટીમાં ઘટાડો સહિત ઉંચી કિંમતો ઘટાડવા માટે કેન્દ્રએ પહેલાથી જ ઘણા પગલાં લીધા છે. સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા માટે આ વર્ષે 31 માર્ચ સુધી ખાદ્ય તેલ અને તેલીબિયાંના મોટાભાગના વેપારીઓ માટે સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી હતી.

તાજેતરમાં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડા બાદ તેલના ભાવમાં પ્રતિ કિલો 3-4 રૂપિયાનો ઘટાડો થયો છે. નવેમ્બર 2020 થી સપ્ટેમ્બર 2021 સુધીના 11 મહિનામાં વનસ્પતિ તેલની આયાત અગાઉના વર્ષના સમાન સમયગાળાની 12,257,837 ટનની સરખામણીએ 2% વધીને 12,470,784 ટન થઈ છે. આયાત કરેલા કુલ વનસ્પતિ તેલોમાંથી, ખાદ્ય તેલની આયાત 11,950,501 ટનથી વધીને 12,085,247 ટન થઈ છે, જ્યારે બિન-ખાદ્ય તેલની આયાત 307,333 ટનથી વધીને 385,537 ટન થઈ છે.