World Cup 2023/ શ્રીલંકા વિરૂદ્ધ ‘હાર્દિક પંડ્યા’ રમશે કે નહીં? ઈજાને લઈને મોટું અપડેટ આવ્યું…

ભારતનો દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાના કારણે ટીમની બહાર છે. છેલ્લી 2 મેચમાં તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો.

Trending Sports
YouTube Thumbnail 2023 10 31T124319.801 શ્રીલંકા વિરૂદ્ધ 'હાર્દિક પંડ્યા' રમશે કે નહીં? ઈજાને લઈને મોટું અપડેટ આવ્યું...

ભારતનો દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાના કારણે ટીમની બહાર છે. છેલ્લી 2 મેચમાં તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. જોકે પંડ્યાની ગેરહાજરીમાં પણ ભારતીય ટીમનો વિજય રથ અટક્યો નથી અને સતત 6 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ભારતની સેમીફાઈનલની ટિકિટ પણ લગભગ કન્ફર્મ થઈ ગઈ છે. આ દરમિયાન શ્રીલંકા સામે હાર્દિકની વાપસીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

શું પંડ્યા ઈજામાંથી સાજો થયો છે?

એક મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIના એક વિશ્વસનીય સૂત્રએ હાર્દિક પંડ્યાને લઈને અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે શ્રીલંકા સામે વાપસી કરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ અને ભારતીય ક્રિકેટ ચાહકો માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે. હાર્દિક પંડ્યાની વાપસીથી ભારતીય ટીમ વધુ મજબૂત બનશે. નોંધનિય છે કે, હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. વર્લ્ડ કપની પ્રથમ 4 મેચ રમ્યા બાદ તેને 2 મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું.

પંડ્યા પરત ફરશે ત્યારે કોણ આઉટ થશે?

શ્રેયસ અય્યર આ વર્લ્ડ કપમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. અય્યરે અત્યાર સુધી રમાયેલી કુલ 6 મેચોમાં માત્ર 134 રન જ બનાવ્યા છે. અય્યરના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી છે. જોકે તે 2 મેચમાં પણ અણનમ રહ્યો હતો. બીજી તરફ પંડ્યાની ઈજા બાદ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે સારું પ્રદર્શન કરી રહ્યો છે. સૂર્યા બે મેચ રમી ચૂક્યો છે. પ્રથમ મેચમાં સૂર્યા પોતે કોહલીના સેવને કારણે આઉટ થયો હતો જ્યારે બીજી મેચમાં તેણે 49 રનની ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો સૂર્યા આગામી મેચમાં સારું પ્રદર્શન કરશે અને ઐય્યરનું બેટ કામ નહીં કરે તો પંડ્યાના પરત ફર્યા બાદ શ્રેયસ અય્યરને બહાર જવું પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 શ્રીલંકા વિરૂદ્ધ 'હાર્દિક પંડ્યા' રમશે કે નહીં? ઈજાને લઈને મોટું અપડેટ આવ્યું...


આ પણ વાંચો: Modi-SOU/ સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ 1.5 કરોડથી વધુ લોકો લઈ ચૂક્યા છે મુલાકાત

આ પણ વાંચો: Assembly Election 2023/ તેલંગાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પ્રચાર માટે મેદાનમાં  

આ પણ વાંચો: Mumbai/ મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી વખત મળી ધમકી