મોદી પ્રોમિસ/ શું પેટ્રોલ-ડીઝલ થશે સસ્તાં?, PM મોદીએ આપ્યો આવો આદેશ

મોદી એ પેટ્રોલ અને ડીઝલનો મુદ્દો છેડી દીધો અને વિપક્ષી રાજ્યોને ટાર્ગેટ કરતા ટકોર પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ પેટ્રોલ ડીઝલ બાબતે,..

Top Stories India
PM Modi

દેશમાં વધતા જતા કોરોના વાયરસના સંક્રમણ અંગે પગલા ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દેશા તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. ઓનલાઈન યોજાયેલી કોન્ફરન્સમાં વડાપ્રધાને કોરોના વાયરસને લઈને દરેક રાજ્યની પરિસ્થિતિ જાણી અને તાત્કાલિક સાવચેતીના પગલા ભરવા જણાવ્યું હતું. સાથે સાથે આ જ બેઠકમાં વડાપ્રધાન મોદી એ પેટ્રોલ અને ડીઝલનો મુદ્દો છેડી દીધો અને વિપક્ષી રાજ્યોને ટાર્ગેટ કરતા ટકોર પણ કરી હતી. વડાપ્રધાન મોદી એ પેટ્રોલ ડીઝલ બાબતે કહ્યું હતું કે, રાજ્યો પેટ્રોલ ડીઝલ પરનો ટેક્સ ઓછો કરે અને કેન્દ્ર સાથે તાલમેલ કરે.

વડાપ્રધાન મોદીએ બેઠકમાં અર્થતંત્રના મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, અર્થતંત્રને લઈને પણ દેશમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તાલમેલની ખૂબ જરૂર છે. દેશવાસીઓ પર પેટ્રોલ અને ડીઝલનો બોઝ ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે નવેમ્બર મહિનામાં એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરી નાંખી હતી અને રાજ્યોને આગ્રહ કર્યો હતો કે તે પણ ટેક્સ ઓછો કરે પણ કેટલાક રાજ્યોએ પોતાની પ્રજાને લાભ આપ્યો નથી. આ તો એક પ્રકારે બહુ મોટો અન્યાય છે. સાથે સાથે ગુજરાતનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, જે રાજ્યોએ ટેક્સમાં કાપ મૂક્યો છે તેમને આવકમાં કાપ થાય છે.  જેમકે ગુજરાતે ટેક્સ ઓછો ન કર્યો હોત તો 3થી 4 હજાર કરોડ રૂપિયાનું રાજસ્વ મળ્યું હોત પણ ગુજરાતે નાગરિકોને રાહત આપી. ગુજરાત અને કર્ણાટકના જ પડોશી રાજ્યએ ટેક્સ કાપ્યો નહીં અને વધારાના રાજસ્વ એટલે કે પૈસા ભેગા કર્યા.  પીએમ મોદીએ નામ લઈને કહ્યું કે છ મહિના પહેલા મહારાષ્ટ્ર, બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઝારખંડ જેવા રાજ્યોએ વેટ ઘટાડયો નહીં અને પ્રજા પરેશાન થતી રહી. પણ હવે હું પ્રાર્થના કરું છું કે તમે તમારા રાજ્યના નાગરિકોને વેટ ઓછો કરીને પ્રજાને લાભ આપો. આ મારી પ્રાર્થના છે કે તમે બધા પોતપોતાના રાજ્યમાં વેટ ઘટાડો અને દેશવાસીઓના હિતમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપો.

આ પણ વાંચો : આ 4 રાજ્યોમાં નક્સલવાદી હુમલો થવાની શક્યતા, કેન્દ્રીય ગુપ્તચર વિભાગનો દાવો

ગુજરાતનું ગૌરવ