Bollywood/ હરણ શિકાર કેસમાં સલમાન ખાન કોર્ટમાં રહ્યો ગેરહાજર, કરી આ અપીલ

કોર્ટે સલમાનની અરજી સ્વીકારી લીધી.જો કે, 16 જાન્યુઆરીએ સુનાવણીની આગામી તારીખ નક્કી કરવા સાથે, કોર્ટે સલમાનને તે તારીખે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

Entertainment
a 224 હરણ શિકાર કેસમાં સલમાન ખાન કોર્ટમાં રહ્યો ગેરહાજર, કરી આ અપીલ

બોલીવુડ સ્ટાર સલમાન ખાન શનિવારે હરણ શિકારના કેસમાં કોર્ટમાં હાજર થઈ શક્યો ન હતો. જોધપુરની જિલ્લા અને સેશન્સ કોર્ટે આગામી સુનાવણી માટે 6 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. આ કેસમાં ખુદ સલમાન ખાને પોતાની તરફે અપીલ દાખલ કરી હતી, જેની સુનાવણી થવાની હતી. પરંતુ સલમાન ખાન કોર્ટમાં પહોંચ્યો ન હતો. સલમાન ખાને પોતાના વકીલ હસ્તીમલ સારસ્વત દ્વારા પોતાને ખાનગીમાં કોર્ટમાં હાજર થવાની છૂટ માંગી હતી. હસ્તીમલ સારસ્વતે કહ્યું કે અદાલતમાં અમે સલમાન ખાન વતી પ્રાર્થના પત્ર આપ્યો છે.

salman khan 1602638662 હરણ શિકાર કેસમાં સલમાન ખાન કોર્ટમાં રહ્યો ગેરહાજર, કરી આ અપીલ

સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે તેમની ગેરહાજરીના કારણો જણાવતા અદાલતમાં અરજી રજૂ કરી હતી. આમાં તેમણે કહ્યું હતું કે સલમાનની ગેરહાજરીનું કારણ કોવિડ -19 ને કહેવામાં આવ્યું હતું. વકીલે કહ્યું હતું કે સલમાન મુંબઇમાં રહે છે અને કોવિડ -19 નો ફેલાવો મુંબઇ અને જોધપુરમાં ઘણો વધારે છે, તેથી જોધપુરમાં તેનું આગમન જોખમથી ખાલી નથી.

હવે કાંકણી હિરણ શિકાર તેમજ આર્મ્સ એક્ટ મામલામાં હાજરી માફી મળ્યા બાદ જિલ્લા તેમજ સેશન જિલ્લા જજ રાઘવેન્દ્ર કાછવાલની કોર્ટમાં સુનાવણી ટળી ગઇ છે. હવે આવનારી 6 ફેબ્રુઆરીએ ફરીથી કોર્ટમાં સુનાવણી થશે.

Salman Khan%2C Bhai bhai%2C Eid%2C Bollywood%2C song%2C Radhe%2C lockdown%2C Khaleej Times હરણ શિકાર કેસમાં સલમાન ખાન કોર્ટમાં રહ્યો ગેરહાજર, કરી આ અપીલ

કોર્ટે સલમાનની અરજી સ્વીકારી લીધી.જો કે, 16 જાન્યુઆરીએ સુનાવણીની આગામી તારીખ નક્કી કરવા સાથે, કોર્ટે સલમાનને તે તારીખે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

Instagram will load in the frontend.

મહત્વનું છે કે એપ્રિલ 2018માં સલમાન ખાનને મળેલી ટ્રાયલ કોર્ટથી મળેલી પાંચ વર્ષની સજામાં જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશની અદાલતમાં પડકાર ફેંક્યો હતો. તે બાદ તે એક વાર કોર્ટમાં હાજર રહ્યાં હતા. અઢી વર્ષની આ અવધિમાં એક વાર હાજર રહ્યાં છે તેના સિવાય તે કોઇ ને કોઇ કારણે તે હાજરી માફી લેતા જ રહ્યાં છે.

Salman Khan gets big relief from Jodhpur court in antelope case

કોરોનાકાળમાં તેમની પહેલી સુનાવણી 18 એપ્રિલ, બીજી 4 જૂન, ત્રીજી 16 જુલાઇ, ચોથી 14 અને પાંચમી 28 સપ્ટેમ્બર અને છઠ્ઠી 1 ડિસેમ્બરના રોજ હતી પરંતુ સલમાન તરફથી હાજરી માફી માંગી લેવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો