Will Smith/ વિલ સ્મિથ પર 10 વર્ષ માટે ઓસ્કારમાં જવા પર પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો

વિલ સ્મિથની આ હરકત માટે તેને સજા ફટકારનાર એકેડેમી એવોર્ડ કમિટીએ પણ તેને મળેલો ‘ઓસ્કાર’ પાછો ન લેવાનો નિર્ણય પણ લીધો છે.

Entertainment
વિલ સ્મિથ

હોલિવૂડ સુપરસ્ટાર વિલ સ્મિથ પર 10 વર્ષ માટે ઓસ્કારમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિલ સ્મિથે 94માં એકેડેમી એવોર્ડ્સમાં સ્ટેજ પર ક્રિસ રોકને થપ્પડ મારવાની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે, એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સના આયોજકોએ તેમના નિર્ણયની જાહેરાત કરી.   એકેડમીના બોર્ડ ઓફ ગવર્નર્સે વિલ સ્મિથને સજા સંભળાવવા અંગે એક બેઠક યોજી હતી, જે બાદ તેના પર 10 વર્ષ માટે ઓસ્કારમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિલ સ્મિથની આ હરકત માટે તેને સજા ફટકારનાર એકેડેમી એવોર્ડ કમિટીએ પણ તેને મળેલો ‘ઓસ્કાર’ પાછો ન લેવાનો નિર્ણય પણ લીધો છે. હકીકતમાં, સ્મિથને ‘કિંગ રિચર્ડ’ માટે ‘ઓસ્કાર 2022’માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવી અટકળો હતી કે તેની થપ્પડને કારણે એકેડેમી એવોર્ડ કમિટી તેનો એવોર્ડ પાછો લઈ શકે છે, પરંતુ તેમ થયું નથી. આ સમગ્ર મામલે કમિટીએ સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે.

વિલ સ્મિથે પોતે માંગી હતી માફી

યાદ આપવી દઈએ કે, 27 માર્ચ, 2022 ના રોજ, વિલ સ્મિથ સ્ટેજ પર ગયો અને હોસ્ટ ક્રિસ રોકને થપ્પડ માર્યો. વિલ સ્મિથે પાછળથી આ માટે માફી માંગી અને કહ્યું કે વિલ તેની પત્નીની તબિયતની મજાક ઉડાવી રહ્યો હતો, જેના કારણે તે ખૂબ જ ભાવુક થઈ ગયો. વિલે એકેડેમી અને ક્રિસની માફી માંગી અને કહ્યું કે તેની વર્તણૂક તે વ્યક્તિ જે બનવા માંગે છે તે પ્રતિબિંબિત કરતી નથી.

https://www.instagram.com/reel/Cb7GFpWjuEL/?utm_source=ig_web_copy_link

ક્રિસ રોકે પોલીસને ફરિયાદ કરી ન હતી

આ ઘટના બાદ વિલ સ્મિથે પોતે એકેડમીમાંથી રાજીનામું આપી દીધું હતું, જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ક્રિસ રોકે આ બાબતે કોઈ પગલાં લીધાં છે તેમ, વિલ વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી, લોસ એન્જલસ પોલીસ વિભાગે તેને કહ્યું કે તેમની પાસે ફરિયાદ કરવાનો વિકલ્પ છે.

ઓસ્કારમાં નોમિનેટ થવા માટે અભિનેતાઓએ એકેડેમીના સભ્યો હોવા જરૂરી નથી, જો કે દર વર્ષે ઓસ્કાર માટે નામાંકિત થયેલા કલાકારોને આ ગ્રુપના સભ્યો દ્વારા મત આપવામાં આવે છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “94મો ઓસ્કાર એ ઘણા લોકોની સફળતાની ઉજવણી કરવા માટે હતો જેમણે છેલ્લા એક વર્ષમાં અવિશ્વસનીય કાર્ય કર્યું છે. તેથી જ વિલ સ્મિથની ક્રિયાઓના પ્રતિભાવમાં અમે આજે જે પગલાં લઈ રહ્યા છીએ તે અમારા કલાકારો અને મહેમાનોની સલામતીનું રક્ષણ કરવા અને એકેડેમીમાં વિશ્વાસ રાખવાના એક વધુ ધ્યેય તરફ વધુ એક પગલું હશે.”

વિલ સ્મિથને મળ્યો હતો એવોર્ડ

વિલ સ્મિથને પોતાની ફિલ્મ કિંગ રિચર્ડ માટે  બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ઓસ્કાર મળ્યા બાદ પોતાની સ્પીચ આપતા આપતા રડી પડ્યા. એક્ટરે એક લાંબી સ્પીચ આપીને એવોર્ડનો સ્વીકાર કર્યો અને આ સ્પીચ દરમિયાન, તેમણે ક્રિસ રોક સાથે બનેલ ઘટનાને પણ યાદ કરી. તેમણે રિચર્ડ વિલિયમ્સ કે જેનું પાત્ર તેમણે ભજવ્યું હતું, તેના વખાણ કરતા કહ્યું કે તે પોતાના પરિવારનો રક્ષક છે. આ ઉપરાંત તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પણ ક્રીસ રોકને જાપટ મારવા પર માફી માંગી હતી.

આ પણ વાંચો :બૈસાખી પર રણબીર સાથે સાત ફેરા લેશે આલિયા, જાણો શા માટે છે આ દિવસ લગ્ન માટે ખાસ

આ પણ વાંચો : કેન્સરની સારવાર બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી પર સંજય દત્તે કહ્યું- ‘હું મરતા સુધી એક્ટિંગ કરતો રહીશ…’

આ પણ વાંચો : શાહરૂખ ખાને પઠાણ બાદ નવી ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ, લીક થયેલા ફોટોમાં ‘બાદશાહ’ને ઓળખવો મુશ્કેલ

આ પણ વાંચો :તનિષા મુખર્જીને બોબી દેઓલે કરી KISS, અભિનેત્રીએ કહ્યું- ‘તમે બ્રશ નથી કર્યું..’