Not Set/ BJP ને મતદાન વધારવાની રણનીતિ પર મહિલા મોરચો રોડા સમાન સાબિત થશે?

BJPએ આગામી ચુંટણી માટે 150 સીટ નો ટાર્ગેટ રાખેલો છે જેને લઈને ગત વખત કરતા વધારે મતદાન થાય એ જરૂરી છે.જો વધારે મતદાન કરવું હોય તો યુવાઓ અને મહિલાઓ મતદાન માટે બહાર આવે એ જરૂરી છે પરંતુ મહિલા મોરચો નિષ્ક્રિય છે તો કેવી રીતે વધારે મતદાન થશે એ BJP માટે ચિંતા નો વિષય છે

Ahmedabad Gujarat
BJP

BJP એ આગામી ચુંટણી માટે 150 પ્લસ સીટ જીતવાનો ટાર્ગેટ રાખેલો છે.જેના માટે ગત ચુંટણી કરતા દોઢ ગણું મતદાન થાય એ જરૂરી છે. ગત ચુંટણી દરમિયાન અંદાજે ૩ કરોડ જેટલું મતદાન થયું હતું.તો આ વખતે 4 કરોડ આસપાસ મતદાન થાય એ જરૂરી છે.જો મતદાન વધારવું હોય તો મહિલાઓ મતદાન માટે બહાર આવે એ જરૂરી છે જો મહિલાઓનું મતદાન વધારવું હોય તો તેના માટે મહિલા મોરચો સક્રિય હોવો જરૂરી છે.

BJP

સાથે જ અત્યારે BJPનું સદસ્યતા અભિયાન ચાલે છે જેમાં પણ યુવા મતદારોને જોડવાની જવાબદારી યુવા મોરચાના સિરે છે સાથે જ મહિલા મોરચાના સિરે છે પરંતુ મહિલા મોરચો તો જાણે કે નામનો હોય એવી સ્થિતિ છે.

BJP

એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહિલાઓ લક્ષી યોજનાઓ બહાર પાડી રહી છે પરંતુ તેની અમલવારી કે મહિલાઓ સુધી તેનું માર્ગદર્શન મળે એ જરૂરી છે પરંતુ તેના માટે પણ મહિલા મોરચો મેદાનમાં દેખાતો નથી છેલ્લા ઘણા સમયથી આ મોરચાની સતત નિષ્ક્રિયતા દેખાઈ રહી  છે.જેના માટે કોઇપણ કાર્યક્રમમાં માત્ર હાજરી પુરાવવા માટે માત્ર હોદ્દેદારો નજરે પડે છે થોડા સમય અગાઉ પીએમ મોદી (PM Modi)એ અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો જેમાં પણ મહિલા મોરચાને મહિલાઓ લાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે પૂર્ણ કરવામાં પણ મહિલા મોરચાના હોદ્દેદારો નિષ્ફળ સાબિત થયા હતા.તો એ બાદ વુમન્સ ડેના દિવસે પણ કચ્છમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મહિલાઓને સાધ્વીઓ એકત્ર કરવા કહેવાયું હતું પરંતુ તેમાં પણ યોગ્ય કામગીરી નહોતી કરવામાં આવી આમ સતત BJP પ્રદેશ મહિલા મોરચાની ટીમ નિષ્ક્રિય સાબિત થઇ રહી છે.

આ પણ વાંચો:BJPએ કેમ જોર લગાવ્યું દક્ષિણમાં,આપનો પગપેસારો કે કોંગ્રેસના ગઢ તોડવા રણનીતિ?…

આ પણ વાંચો:2022 વિધાનસભા ચુંટણી માટે BJP સામાજિક સ્તરે કઈ દિશામાં આગળ ચાલી રહી છે?…

આ પણ વાંચો:ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારને થયો કોરોના, ઘરે જ લઇ રહ્યા છે સારવાર…

આ પણ વાંચો:BJPએ તમામ સેલને કર્યા સક્રિય,પોલિસી રિસર્ચ ટીમને સોંપી મહત્વની કામગીરી…